ડબલ્યુડબલ્યુએફના રિપોર્ટમાં ખુલાસો ૧૯૭૦થી અત્યાર સુધીમાં વન્યજીવોની વસ્તીમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો

0
75

ન્યુ દિલ્હી,તા.૩૦
દુનિયાના વન્ય જીવોની વસ્તીમાં મોટો ઘટાડો જાવા મળ્યો છે. વર્લ્ડ વાઈલ્ડલાઈફ ફંડના એક અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે ૧૯૭૦થી અત્યાર સુધીમાં વન્યજીવોની વસ્તીમાં ૬૦ ટકાનો ઘટાડો થયો છે. ડબલ્યૂડબલ્યૂએફના દર બે વર્ષે તૈયાર થનારા લિવિંગ પ્લેનેટ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત ચાલીસ વર્ષોમાં આફ્રિકન હાથીઓ, સુમાત્રાના વાઘ અને ઓસ્ટ્રેલિયાના વન્યજીવોની વસ્તીમાં ૬૦ ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે.
ઝુલોજિકલ સોસાયટી ઓફ લંડન અને ઈન્ટરનેશનલ યૂનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચરની સાથે મળીને કરવામાં આવેલા અભ્યાસમાં દુનિયાની ચાર હજાર જેટલી વન્ય પ્રજાતિઓને રેડ લિસ્ટમાં સામેલ કરી છે. આ અભ્યાસથી ખુલાસો થાય છે કે ૧૯૭૦થી ૨૦૧૨ની વચ્ચે વન્યજીવોની વસ્તીમાં ૫૮ ટકાનો ઘટાડો થયો છે. ૨૦૨૦માં આ આંકડો ૬૭ ટકા થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ધરતી પર માણસ સૌથી વધુ શક્તિશાળી બની ગયો છે અને માણસ જ સૌના માટે નિર્ણયો કરી રહ્યો છે.
દક્ષિણ અમેરિકાના વર્ષાવનોમાં હજારો વર્ગ માઈલ ક્ષેત્રફળમાં ઘટાડાને કારણે પાકના ઉત્પાદનોને પણ જાખમમાં નાખી દીધા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સિત્તેર હાજર વૃક્ષોની પ્રજાતિઓના વ્યાવસાયિક અને દવા બનાવવાના ઉપયોગ પર પણ ખરાબ અસર પડી છે.
આ અભ્યાસમાં દુનિયામાં ૩૭૦૦ પ્રજાતિઓ કુલ ૧૪ હજાર ૨૦૦ પશુઓ સામેલ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટથી ખુલાસો થયો છે કે માણસોની વધતી વસ્તી વન્યજીવન માટે સૌથી મોટો ખતરો છે. આના સિવાય પ્રદૂષણ, શિકાર અને જળવાયુ પરિવર્તન પણ ખતરનાક કારણો છે. જા કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્થિતિ હજી અનિયંત્રિત થઈ નથી અને તેને બદલી શકાય છે. કારણ કે આ પ્રજાતિઓની વસ્તી ઘટી રહી છે. ખતમ થઈ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY