(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી,
ઇન્ડીયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ દિલ્હી ડેરડેવિલ્સની સામે રમાનાર છે. આવતીકાલે ગુરૂવારના દિવસે સનરાઇઝની સામે દિલ્હીની કસૌટી થશે. સનરાઇઝની ટીમ વર્તમાન આઇપીએલમાં સૌથી શÂક્તશાળી ટીમ તરીકે ઉભરીને આવી છે. તેના બોલરોનો દેખાવ ધરખમ રહ્યો છે. ખાસ કરીને છેલ્લી ઓવરમાં ભુવનેશ્વર કુમાર, રશિદ ખાન અને પૌલની બોલિંગ જારદાર રહી છે. તેમની મેચોને જાતા હવે તેના પર દાવ તમામ ચાહકો વધારે રમી રહ્યા છે. આ મેચમાં જીત મેળવી સનરાઇઝ તેની આગેકુચને જાળવી રાખવા માટે સજ્જ છે. બીજી બાજુ દિલ્હી પાસેથી પણ પડકારરૂપ દેખાવ કરવાની અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. દિલ્હીમાં ઘરઆંગણે સનરાઇઝ પર સારો દેખાવ કરવા માટે સજ્જ છે. સનરાઇઝે હજુ સુધી આઇપીએલમાં ૧૦ મેચો રમી છે જે પૈકી ૮ મેચોમાં જીત મેળવી છે અને બે મેચોમાં તેની હાર થઇ છે. તેના ૧૬ પોઇન્ટ છે અને તે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. આ ટીમ આગામી રાઉન્ડમાં સરળતાથી પહોંચી ચુકી છે. તે વધુ શાનદાર દેખાવ કરવા માટે તૈયાર છે. આ મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે.વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝમાં અનેક સ્ટાર ખેલાડી છે જેમાં યુસુફ પઠાણ, હેલ્સનો સમાવેશ થાય છે. દિલ્હીમાં બોલ્ટ, મેક્સવેલ, કેપ્ટન અય્યરનો સમાવેશ થાય છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બન શકે છે.આઇપીએલ-૧૧ની મેચો દસ શહેરોમાં રમાઇ રહી છે. આગામી સપ્તાહો સુધી હવે જારદાર રોમાંચ રહેનાર છે.આઇપીએલ-૧૧માં પણ ટ્વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જાવા મળી રહી છે. સ્ટાર સ્પોટ્ર્સ ઇÂન્ડયાએ આગામી પાંચ વર્ષ માટે બીસીસીઆઈના મિડિયા અધિકાર ખરીદી લીધા હતા. ઇ હરાજી મારફતે સ્ટારે રેકોર્ડ ૬૧૩૮.૧ કરોડ રૂપિયાની મોટી બોલી લગાવીને બોર્ડના મિડિયા અધિકારો ઉપર કબજા જમાવી લીધો હતો. આ રેસમાં સ્ટાર ઉપરાંત સોની અને રિલાયન્સ ગ્રુપની કંપની જીઓ પણ સામેલ હતી. હવ ભારતની આગામી પાંચ વર્ષમાં થનારી સ્થાનિક દ્વિપક્ષીય શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૮થી ૨૦૨૩ના ગાળામાં રમાનારી મેચોનું પ્રસારણ સ્ટાર સ્પોટ્ર્સ ઇÂન્ડયા દ્વારા કરવામાં આવશે. આ પહેલા વર્ષ ૨૦૧૨માં સ્ટાર ટીવીએ બીસીસીઆઈ પાસેથી આ અધિકાર ૩૮૫૧ કરોડ રૂપિયામાં બોલી લગાવીને ખરીદી લીધા હતા. આ પાંચ વર્ષમાં ભારતીય ટીમ વનડે, ટેસ્ટ અને ટ્વેન્ટી મેચ ગણીને ૧૦૨ મેચો રમશે. ઇÂન્ડયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. કુલ ૬૦ ટ્વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી સાથે મેચો રમાઇ રહી છે.લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. જે પૈકી ૪૦ મેચો રમાઇ ચુકી છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. ગુજરાતના જે ખેલાડી રમી રહ્યા છે તેમાં યુસુફ, પાર્થિવ પટેલ સિવાય જયદેવ ઉનડકટ, અક્ષર પટેલનો સમાવેશ થાય છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
દિલ્હી ડેરડેવિલ્સ ઃ અભિષેક શર્મા, અવેશ કાન, બોલ્ટ, ક્રિશ્ચિયન, ઘોષ, ગુરકિરત, અય્યર (કેપ્ટન, લમીચન્ને, કાર્લા, મેક્સવેલ, મિશ્રા, સામી, મોરિશ, મુનરો, નદીમ, ઓઝા, પંત, પટેલ, રોય, શંકર, પીપી શો, ટેવાઇટિયા, જાદવ.
સનરાઈઝ હૈદરાબાદ ઃ કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જાર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ અલ હસન, સ્ટેઇનલેક, હુડા, જાર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા, શાકીબ અલ હસન, સ્ટેઇનલેક.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






