ફૂલપુર,
તા.૯/૫/૨૦૧૮
ફૂલપુર નગર પંચાયતના સભ્ય ભાજપના નેતા પવન કેસરીની મંગળવારના રોજ ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. પવન કેસરી પર ફાયરિંગમાં ગોળી વાગતા સ્થાનિક લોકો તેમને નજીકની હોસ્પટલ સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાંથી તેમને અલ્હાબાદ રેફર કરવામાં આવ્યા હતા. જ્યા ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પવન કેસરી તેમના મિત્રને શેખપુર તકિયા ગામ તેમના ઘરે છોડવા માટે સ્કૂટી પર નીકળ્યાં હતા. મળતી જાણકારી મુજબ શેખપુર તકિયા પાસે અજાણ્યા બંદુકધારીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં પવનની છાતીમાં ગોળી વાગી હતી જ્યારે બીજી કાન પાસે વાગી હતી. આ હુમલામાં પવન કેસરીના ભાઇ તેમજ એક મહિલા પણ ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ઉત્તરપ્રદેશના ફૂલપુરમાં ભાજપના જિલ્લા મંહામંત્રી પવન કેસરીની હત્યા થઈ ગઈ. પવન કેસરી પર ફાયરિંગ કરીને હત્યા કરી દેવાઈ છે. પવન કેસરીને ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યના નજીકના માનવામાં આવતા હતા. પવન કેસરી પોતાના ઘર પાસે ફરી રહ્યા હતા તે સમયે બે બાઈક સવાર શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.
જેમાં તે જમીન પર ઢળી પડયા હતા. બાદમાં સારવાર અર્થે હોસ્પટલ ખસેડાયા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા છે. આ મામલે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરીને ૩ લોકોની ધરપકડ પણ કરી છે. પવન કેસરીના ભાઈએ પોલીસ પર આરોપ લગાવતાં કહ્યું કે તંત્ર પાસે થોડા દિવસ પહેલા સુરક્ષાની માગ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






