રાયપુર,તા.૧૯
છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓની સાથે ગુરૂવારના રોજ સવારે થયેલ અથડામણમાં સુરક્ષાબળોએ ૭ નકલીઓને ઠાર કર્યા છે. આ અથડામણ પ્રદેશમાં બીજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર થઇ. જેમાં પોલીસ અને સીઆરપીએફએ સંયુકત કાર્યવાહી કરી અને ૭ નકસલીઓને ઠાર કરી દીધા. સાથો સાથ સ્થળ પર પોલીસને મોટી માત્રામાં નકસલીઓના હથિયાર પણ મળ્યા છે.
અથડામણની આ વારદાત દંતેવાડામાં તિમેનારના પહાડીઓને પાછળ ગંગાલૂર પોલીસ સ્ટેશનમાં થઇ છે. દંતાવાડા એસટીએફ અને સીઆરપીએફની સંયુકત કાર્યવાહીમાં ગુરૂવારના રોજ સવારે ૬ વાદ્યે નકસલીઓને ઠાર કરાયા છે. દંતેવાડાના એએસપી નકસલ ઓપરેશન જી.એન.બઘેલે તેની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી પ્રમાણે મરનાર ૭ નકસલીઓમાંથી ત્રણ મહિલાઓ અને ૪ પુરુષ સામેલ છે. મૃતક નકસલીઓની પાસેથી INSAS રાઇફલ, બે થ્રી નોટ થ્રી રાઇફલ, એક ૧૨ બોર રાઇફલ અને કેટલાંક બીજા હથિયાર જપ્ત કર્યા છે.
સેનાને આ વિસ્તારમાં એક ડઝનથી વધારે નક્સલીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી એસટીએફ અને સીઆરપીએફની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. સુરક્ષાબળ કોઈ પગલાં લે તે પહેલાં નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. સેનાએ સાત નક્સલીઓને ઠાર કરી દીધા છે અને હજી પણ સર્ચ ઓપરેશન ચાલી રહયૂ છે.
રાજનાંદગામના એએસપી (નક્સલ પ્રકોષ્ઠ) વાઇ.પી.સિંહે કહ્યુ કે વરસાદની સીઝનમાં સામાન્ય રીતે નકસલી પોતાના સંગઠનના વિસ્તાર અને ટ્રેનિંગના કામ માટે જંગલ અને જંગલને અડીને આવેલા ગામમાં સક્રિય રહે છે, પરંતુ આ સીઝનમાં પોલીસનું અભિયાન ચાલવાની રણનીતિના લીધે નકસલી બેકફૂટ પર આવી ગયા છે અને તેઓ આ વિસ્તારમાં સતત નબળા પડી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"






