અમદાવાદ,
તા.૯/૫/૨૦૧૮
રાજ્યમાં દુષ્કર્મના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજબરોજ નવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં શરમજનક ઘટના સામે આવી છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
ઘટનાની વિગત અનુસાર અમદાવાદના નરોડમાં એક યુવકે ૨ બાળકીઓ પાસે બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ સામે આવી છે. ફ્લેટમાં જ રહેતા યુવકે બાળકીઓને ૫ અને ૧૦ રૂપિયાની લાલાચ આપીને બીભત્સ માંગણી કરી હતી.
પરંતુ બંને બાળકીઓ ત્યાંથી નાસી છુટી હતી. અને સમગ્ર ઘટનાની જાણ તેના માતા પિતાને કરી હતી. જેથી બાળકીઓના માતા પિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેથી પોલીસે ગણતરીના કલાકોમાં જ યુવકની ધરપકડ કરીને જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.
આમ ફ્લેટમાં જ રહેતા યુવાને આવી હરકત કરતાં આસપાસના લોકોમાં રોષ જાવા મળ્યો હતો. મહત્વનું છે કે રાજ્યમાં આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. જેથી બાળકોના માતા પિતાએ સાવધાન થવાની ખાસ જરૂર છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







