નફરતની રાજનીતિથી પીએમને ખુશ કરી શકે બંગાળીઓને નહીં

0
18

કોલકાત્તા,
તા.૧૦/૫/૨૦૧૮

ભાજપ નેતા મુકુલ રાયના પુત્રએ પોતાના પિતા પર નિશાન સાધ્યું

બે વખતથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય અને બીજેપી નેતા મુકુલ રોયના પુત્ર શુભ્રાન્શુ રોયે તેમના પિતા પર નિશાન સાધ્યુ છે. શુભ્રાન્શુએ તેમના પિતા પર નફરત કરવાની નીતિ ની ફરિયાદ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, બંગાળમાં લોકો ક્યારેય તે લોકોનું સમર્થ નહીં કરે જે આવી રાજનીતિમાં સામેલ છે. બંગાળ, દીદી (મમતા બેનર્જી) ના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે. આ પંચાયત ચૂંટણીમાં જનતા પોતાનો મત મોટી સંખ્યામાં ટી.એમ.સી.ને આપશે.

તેમના પિતા મુકુલ રોય અને બીજેપી પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષ પર શુભ્રાંશુએ જણાવ્યું કે, “મુકુલ બાપુ યુવાનોને સ્માર્ટફોન અને અન્ય બીજેપી નેતા દિલીપ બાબુ લોકોને ધમકી આપી રહ્યા છે અને કબ્રસ્તાનની વાત કરી રહ્યા છે. બંગાળના લોકો આવી રાજકીય વિચારધારાને પસંદ નથી કરતા”

શુભ્રાન્શુએ કહ્યું, “આવી ટિપ્પણીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ખુશ કરી શકે છે, પરંતુ બંગાળની જનતાને નહીં. જનકા ફક્ત વિકાસ ઇચ્છે છે અને તે માત્ર મમતા બેનર્જીના નેતૃત્વમાં જશક્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY