માનવરહિત રેલવેના ખુલ્લા ફાટકમાં અકસ્માત થાય તો રેલવે વળતર ચૂકવશે : કોર્ટ

0
38

રાજકોટ,
તા.૧૦/૫/૨૦૧૮

માનવરહિત રેલવે ફાટક પર અકસ્માત થાય તો વળતર ચૂકવવાની જવાબદારી રેલવેની હોવાનો ચુકાદો આપીને અરજદારને વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો હતો. માનવ રહિત રેલવે ફાટક પર વાહન અકસ્માત થાય તો વળતર ચુકવવાની જવાબદારી રેલવે એટલે કે યુનિયન ઓફ ઇન્ડયાની છે. ગુજરનાર મનુભાઈ ઉર્ફે મનોજભાઈ ભોપાભાઈના વારસદારોને વળતરની રકમ રૂ. ૩,૮૪,૭૨૦/- ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા, મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ, લીંબડી કોર્ટે મહત્વનો ચુકાદો આપી સદરહું અકસ્માતમાં સંડોવાયેલા ટ્રેકટરની વીમા કંપની યુનાઈટેડ ઇન્ડયા ઈન્સ્યુ. ક. લિ. વળતર ચુકવવા જવાબદાર નથી તેવું કોર્ટે ઠરાવી આપ્યું હતું.

ગુજરનારના વારસદારો વાલીબેન ભોપાભાઈ અને તેમના સગીર પુત્રોએ વળતરની રકમ રૂ. ૭,૦૦,૦૦૦/- મેળવવા મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ લીંબડી સમક્ષ વળતર અરજી દાખલ કરી હતી. યુનિયન ઓફ ઇન્ડયા રેલવે તથા ટ્રેકટરની વીમા કંપની યુનાઈટેડ ઇન્ડયા ઇન્સ્યુ. ક. લિ.ને પક્ષકાર તરીકે જાડવામાં આવ્યા હતા. અને તેઓ વળતર ચુકવવા જવાબદાર છે તેવી રજૂઆત કરેલી હતી. આ કામમાં ટ્રીબ્યુનલે ચુકાદો આપતા ઠરાવ્યું કે, રેકર્ડ પર અને રેલવેના ગાર્ડ તથા ટ્રેનના ડ્રાઈવરની જુબાની પરથી એ હકીકત સ્પષ્ટ છે કે, સદરહુ અકસ્માત બાબતે રેલવે ખુદ રેલવેના સેકશન એન્જનીયર તથા એન્જનના ડ્રાઈવર સામે ખાતાકીય તપાસ કરવામાં આવી છે. વિશેષમાં વેસ્ટર્ન રેલવેના મેન્યુઅલ મુજબ ગેઈટ પાસે – ગેટમેન હાજર ન હોઈ અને ખુલ્લું ફાટક હોય ત્યાં ફાટકની બંને બાજુ બમ્પ હોવા જરૂરી છે અને ફાટક પહેલા ચેતવણી બોર્ડ પણ રાખવા જાઈએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY