મોરબી,
તા.૧૦/૫/૨૦૧૮
મોરબીના ખાનપર ગામે દલિત સમાજની સ્મશાન ભૂમિનો વિવાદ ન ઉકેલાતા સવારે દલિત સમાજના લોકો એક વૃદ્ધના મૃતદેહને લઇને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટર કચેરીના પટાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી.
ખાનપર ગામમાં છેલ્લા ૫ વર્ષથી દલિત સમાજની સ્મશાન ભૂમિ ફાળવવા મુદ્દે ચાલતા વિવાદનો અંત ન આવતાં ૧૫ દિવસ પહેલા ખાનપર ગામનાં દલિત સમાજનાં લોકોએ કલેક્ટર કચેરીએ લેખિત રજૂઆત કરી જમીનનો કબ્જા સોંપવા માંગ કરી હતી. પરતું આજ સુધી જમીન ન ફાળવવામાં આવતા દલિત સમાજનાં લોકો વહેલી સવારે એક વૃદ્ધનાં મૃતદેહને લઇ કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતાં. જમીન નહીં ફાળવવામાં આવે તો કલેક્ટર કચેરીમાં જ દફન વિધિ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતા મોરબી જિલ્લા પોલીસ કાફલો, એમ્બ્યુલન્સ અનેં ફાયર સહિતનો કાફલો કલેક્ટર કચેરીમાં ફાળવી દેવાયો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"