અમદાવાદ,
તા.૧૦/૫/૨૦૧૮
આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા પ્રામાણિક કરદાતા માટે જાહેર કરેલી એડ્વાન્સ ટેક્સ રિબેટ યોજનાનો છેલ્લો દિવસ છે. આ યોજના હેઠળ અગાઉથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯નો ટેક્સ ભરપાઈ કરનાર કરદાતાને ટેક્સ બિલમાં દસ ટકાની છૂટ અપાય છે.
એક તરફ તંત્ર ટેક્સ આવકમાં વૃદ્ધિ કરવાના પ્રયાસ કરે છે તો બીજી તરફ ટેક્સની વાંધાઅરજીના સુધારામાં સમયસર સિસ્ટમ અપડેટ ન થતી હોઈ કરદાતા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને મધ્ય અને પશ્ચિમ ઝોનમાં આ પ્રકારના કિસ્સા વધારે નોંધાયા છે.
કોર્પોરેશન માટે ઓકટ્રોય નાબૂદી બાદ પ્રોપર્ટી ટેક્સ જ આવકનો મુખ્ય સ્રોત છે, જાકે ટેક્સ વિભાગના અનેક પ્રકારના છબરડા તેમજ ચાલીસ ટકા સ્ટાફની અછતના કારણે જે તે નાણાકીય વર્ષના અંતે કમિશનરનો ટેક્સ આવકનો સુધારિત લક્ષ્યાંક પણ મેળવી શકાતો નથી.
ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં પણ ટેક્સ આવકમાં રૂ.૮પ૦ કરોડના સુધારિત લક્ષ્યાંક કરતાં મ્યુનિસિપલ તિજારીમાં રૂ.૪૦ કરોડ જેટલાં નાણાં ઓછાં ઠલવાયાં હતાં.ગત નાણાકીય વર્ષમાં માર્ચ એન્ડંગના કારણે જે તે ઝોનમાં જે તે કરદાતાની વાંધાઅરજીનો નિકાલ લાવવામાં સત્તાવાળાઓએ સ્વાભાવિકપણે ઝડપ દાખવી હતી.
અનેક વાંધાઅરજીમાં કરદાતાના જરૂરી પુરાવાને માન્ય રાખીને તે અનુસાર સુધારો કરાય છે, પરંતુ એક અથવા બીજા કારણસર આ સુધારો સિસ્ટમમાં સમયસર અપડેટ ન થઈ શકતો હોઈ કરદાતા મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





