જંબુસર તાલુકાના કારેલી મુકામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) ફાળવણીમાં ગેરરીતિ આચરાઇ હોવાની રાવ.

0
148

પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકાના કારેલી મુકામે પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર ના સંચાલક નુ મોત થતાં સદર દુકાન બંધ હતા ગત વર્ષે એપ્રિલ મહિનામાં દુકાન ફાળવણી માટે ની અરજીઓ મંગાવવામાં આવેલ જે અરજીઓમાં બક્ષીપંચ અને જનરલ ઉમેદવારોએ અરજી કરેલ. બક્ષીપંચના ઉમેદવારને પાછળથી ખબર પડે કે બહુલક બક્ષીપંચ ની વસ્તી જ્યાં પહેલાં હતી અને જે દુકાન બંધ થઈ એ જ જગ્યાએ દુકાનની ફાળવણી થવાની હોય, અરજી કરેલ અરજીમાં જણાવ્યા પ્રમાણેની તમામ વિગતો અને પુરાવા સાથે રજુ કરેલા હતા. ત્યારે અરજદારને જાણવા મળેલ છે કે દુકાનની ફાળવણી થઈ ગયેલ છે અને તે સામાન્ય ઉમેદવારને ફાળવાઇ છે આ વાત ની ગામ લોકોને જાણ થતાં બહુલક બક્ષી પંચ ની વસ્તી માં દુકાન જ્યારે ફાળવવાની હોય ત્યારે અગાઉથી ચાલતી દુકાનની બરોબર નજીકમાં જ નવી દુકાન તંત્રના મેળાપીપણામાં ફાળવવામાં આવેલ છે .જેથી ગામલોકોએ પણ બક્ષીપંચ ઉમેદવાર માટે રજૂઆત કરવા જણાવતા બક્ષીપંચ ઉમેદવારે પુરવઠા વિભાગ પાસેથી આરટીઆઇમાં માંગેલ દસ્તાવેજોમાં જોતા જણાઈ આવે છે કે ફાળવાયેલ દુકાન સામાન્ય ઉમેદવારને ફાળવેલ, જેના ફોર્મ વગેરેમાં પણ કોઇ જાતના જાતિના આધાર પુરાવાઓ સામેલ કરેલા ન હતા,કોઈપણ જાતના લેખિત કે મૌખિક ઇન્ટરવ્યુ વગર માત્રને માત્ર કાગળ પર ચકાસણી કરી અને તે પણ ભૂલ ભરેલી કેમકે ઉમેદવારી કરનાર ત્રણેય ઉમેદવારમાંથી માત્ર એક જ ઉમેદવાર બક્ષીપંચનો હોય આરટીઆઇમાં મળેલ વિગત મુજબ છણાવટ માં ત્રણ ઉમેદવારો પર બક્ષીપંચના હોવાની ટીક કરવામાં આવેલ તે જોતાં પ્રથમ દૃષ્ટિએ જ ફાળવણીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેમ લાગતા બક્ષીપંચ ઉમેદવાર પોતે પણ સીબીએસઈ બોર્ડમાં ભણેલા હોય કોમ્પ્યુટર ની જાણકારી અને તજજ્ઞતા ધરાવતા હોય અરજદાર દ્વારા નિયામક પુરવઠા વિભાગ ગાંધીનગરને અરજી કરેલ કે ફાળવણીમાં ક્યાં ક ભ્રષ્ટચાર થયો છે જે બાબતે પુરવઠા નિયામક ગાંધીનગરે ગત 5 તારીખના રોજ પત્ર લખી અરજદારને જણાવેલ કે તમે જો સ્ટે મેળવ્યો હોય તો તે રજુ કરો. જેથી ફાળવણી વાળી દુકાન હાલ પૂરતી મોકૂફ રહે અને નવેસરથી સ્થળ ચકાસણી કરી જે પહેલાં નથી કરી તે કરી યોગ્ય વ્યક્તિને દુકાનની ફાળવણી થાય તેમ ગામના બક્ષીપંચ વસ્તી ધરાવતા લોકોની માંગણી રહી
અત્રે ઉલ્લેખનીય છે કે લખેલ પત્ર અરજદારને ગઈકાલે મળ્યો અને આવતીકાલે શનિ-રવિવારે કોર્ટ બંધ રહેવાને કારણે પ્રાપ્ત વિગત અનુસાર સોમવારે કોર્ટમાંથી સ્ટે મેળવવા બાબતે પ્રયત્ન કરવામાં આવશે ત્યારે જોવાનું એ રહે છે કે પુરવઠા ખાતાએ માત્ર કાગળ પર જ મિટિંગો યોજી અરજદારની યોગ્યતા ચકાસવા વગર, અરજદારના કુટુંબમાં સભ્યો શું વ્યવસાય સાથે જોડાયેલા છે તેને ધ્યાન આપ્યા વગર સદર કેસમાં ફાળવાયેલ દુકાન ના વાલી પોતે કરીયાણા વ્યવસાય કરે છે જેથી પ્રજામાં એમ પણ ચર્ચાય છે કે ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે અવકાશ રહેવાનો છે, જેથી તાત્કાલિક અસરથી ભરૂચ કલેકટર આ બાબતે નિર્ણય લઈને ઓર્ડર કરે કે જ્યાં સુધી થયેલ પુરવઠા નિયામક ની અરજી નો યોગ્ય નિકાલ થાય નો રિપોર્ટ ન આવે ત્યાં સુધી સદર ફળવાયેલ દુકાન શરૂ ન થાય. તેવી પણ ગામ લોકોની લાગણીને માંગણી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY