સમસ્ત વાલ્મિકી સમાજના દ્વિતીય સમૂહ લગ્ન ઉજવાયો.

0
32

સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા પ્રથમ વાલ્મીકી સમાજના સફળ આયોજન બાદ આ વર્ષ દ્વિતીય વાલ્મિકી સમાજ સમૂહ લગ્નનું આયોજન આજ રોજ રાખવામાં આવ્યું હતું.

સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજની ભરૂચ શહેરની તેમજ ગુજરાત ભરમાંથી દસ જેટલી દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન ભરૂચ દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલાવ ખાતે રાખવામાં આવ્યુ હતું.

આ સમુહ લગ્નમાં ભરૂચ શહેર અને જિલ્લામાં રહેતા તમામ વાલ્મીકી સમાજના લોકો ભરૂચ સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગમાં સહભાગી થયા હતાં.

ગત વર્ષના વાલ્મિકી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં ૧૧ જેટલી દીકરીઓએ પ્રભુતા માં પગલા માંડ્યા હતાં જ્યારે આ વર્ષ ૧૦ જેટલી દીકરીઓ પર પ્રભુતા માં પગલા પાડયા હતાં.

આ પ્રસંગે નવ યુગલોને આશીર્વાદ આપવા ભરૂચ જિલ્લાના ધારસભ્ય દુષ્યંત પટેલ, સામાજિક કાર્યકર અને ભરૂચના ભામાસા ધનજી પરમાર,સ્થાનિક ચેનલના ડાયરેક્ટર નરેશ ઠક્કર, ભાજપાના મંત્રી દિવ્યેશ પટેલ, વાલ્મિકી સમાજના પ્રમુખ કિરણ સોલંકી,સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી સહિત મોટી સાંખ્યમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY