રાજપીપલા શહેર માં શનિવારે વીજ પુરવઠો બંધ ની જાહેરાત થતાંજ લોકો માં રોષ 

0
69

આકરી ગરમીમાં લોકો સેકાઈ રહ્યા છે ત્યારે આખો દિવસ વીજળી બંધ રાખવાનીીી જાહેેરાત કરતા લોકો ની હાલત કેવી થશે

હાલ પડી રહેલી 42 ,43 ડિગ્રી ગરમી માં પંખા કે એ સી માં પણ લોકો સેકાઈ રહ્યા છે ત્યારે સવારે 8 થી 5 વચ્ચે લાઈટો બંધ રાખતા શું હાલત થશે

રાજપીપલા: રાજપીપલા શહેર માં વીજ કંપની દ્વારા શનિવારે સવારે 8 થી 5 દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેના કારણે લોકો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે કેમકે હાલમાં આગ દઝાડતી ગરમી માં ચાલુ લાઇટે પણ પંખા કે એ સી માં બેસવું મુશ્કેલ લાગે છે ત્યારે આખો દિવસ લાઈટ બંધ રહેતા લોકોની હાલત કેવી થશે..?

જોકે ચોમાસા પેહલા વીજ કંપની દર વર્ષે પ્રિમોન્સુન કામગીરી માટે અગાઉના વર્ષ માં આમ આખો આખો દિવસ વીજળી બંધ રાખી ફક્ત મજૂરો પાસે વૃક્ષો ના ડાળખાંજ કપાવતી આવી છે ત્યારે આ વર્ષે કેવી કામગીરી થાય છે એ જોવું રહ્યું .

બૉક્ષ: રાજપીપલા વીજ કંપનીના ડે.ઈજનેર એસ આર પટેલે જણાવ્યું કે આ વર્ષે પ્રિમોન્શુન કામગીરી માટે ખાસ અલગ અલગ ટિમો તૈયાર કરાઈ છે જેમાં ઝાડ કાપવા વાળા ,લાઇનમેનો સહીત ના કુલ 75 થી વધુ વ્યક્તિઓ ની ટિમ છે માટે આખો દિવસ વીજળી બંધ રાખી ચોમાસા માં કોઈ તકલીફ ન પડે એ માટે ખાસ તૈયારી કરવામાં આવી છે.ગ્રાહકો ને એક દિવસ તકલીફ પડશે પણ આખું ચમાસુ નિરાંત જણાશે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY