અમેરિકાના નિર્ણય બાદ પાકિસ્તાને પણ બદલો લીધો
ઈસ્લામાબાદ/વાશિંગ્ટન,તા.૧૨
અમેરિકા દ્વારા પાકિસ્તાનના રાજદ્વારીઓ પર યાત્રા પ્રતિબંધ લાગુ કર્યા બાદ પાકિસ્તાને પણ તે જ રસ્તે રોજ દેશમાં અમેરિકાના રાજદ્વારીઓ પર પારસ્પરિક મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકામાં પાકિસ્તાનના રાજદ્વારીઓ પર લગાવામાં આવેલા યાત્રા પ્રતિબંધ શુક્રવારથી લાગુ કરી દેવામાં આવ્યાં છે.
પાકિસ્તાનના નિષ્ણાંતોનું માનવું છે કે આ અગાઉ પાકિસ્તાન-અમેરિકાના આટલા સંબંધો ક્યારેય બગડયા નથી જેટલા પ્રતિબંધ લાગૂ થયા બાદ ખરાબ થવાના સંકેત મળી રહ્યાં છે. એક મળતા અહેવાલ મુજબ ઇસ્લામાબાદમાં એક મંત્રાલય દ્વારા અધિસૂચના બહાર પાડતા જણાવવામાં આવ્યું કે અમેરિકી દૂતાવાસને જણાવી દેવામાં આવ્યું છે કે અમેરિકી પ્રતિબંધ લાગુ થયા બાદ તરત જ પાકિસ્તાનમાં પણ આ પ્રતિબંધ લાગુ માનવમાં આવશે.
તેની સાથે-સાથે પાકિસ્તાન એરપોર્ટ અને પોર્ટ પર અમેરિકાના રાજદ્વારી કાર્ગોને પણ વિએના સંધિના અનુચ્છેદ ૨૭ મુજબ તપાસમાંથી છૂટ આપવામાં આવશે નહીં. અધિસૂચનામાં જણાવવામાં આવ્યું છે કે વિદેશી રાજદ્વારી તેમજ પાકિસ્તાન અધિકારીઓ વચ્ચે વાર્તા નિયંત્રણવાળા નિયમ લાગુ થઇ જશે.
અધિસૂચનામાં અમેરિકન રાજદ્વારીઓને આપવામાં આવેલ સાત સુવિધા પરત ખેંચવામાં આવી છે. અમેરિકા દૂતાવાસ હવે પાકિસ્તાનમાં ન તો વાહન પર ટિંટેડ વિન્ડોનો ઉપયોગ કરી શકશે નહીં તેમજ બાયોમેટ્રિક સત્યાપિત સિમ વગર તેનો પ્રયોગ કરી શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





