પથ્થરમારો કરનારા લોકો સામે પણ કડક પગલાં લેવાની સેનાએ શરુઆત કરી
શ્રીનગર,તા.૧૨
દેશમાં નોટબંધી જેવા આકરા નિર્ણયો બાદ કાશ્મીરમાં પથ્થરમારાના બનાવોમાં ખૂબ જ ઘટાડો થયો છે. હવે તો પથ્થરમારાની ઘટના ભાગ્યે જ નોંધાય છે, કેમકે, પથ્થમારો કરનારા લોકો સામે પણ લશ્કરે કડક હાથે કામ લેવાની શરૂઆત કરી છે. પથ્થરબાજાને છૂટા હાથે મળતાં નાણાં બંધ થયા પછી આવી ઘટનાઓ ઓછી થઇ છે. ભારતનાં સુરક્ષા દળો દ્વારા ૨૦૧૭થી ‘ઓપરેશન ઓલ આઉટ’ની શરૂઆત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણપણે શાંતિ ન સ્થપાય ત્યાં સુધી ત્રાસવાદીઓ સામેનો આ જંગ જારી રહેશે એમાં કોઇ શંકા નથી. પણ આ વખતે પહેલી જ વાર એવું થયું છે કે ત્રાસવાદીઓ ગભરાયા છે અને સુરક્ષા દળના જવાનોને સફળતા મળી રહી છે.
૨૦૧૭ના વર્ષમાં શરૂ થયેલા આ ઓપરેશન બાદ ૨૨૦ ત્રાસવાદીઓનો ખાતમો સમગ્ર વર્ષમાં કરી દેવાયો છે અને અત્યારના પાંચ મહિનામાં આ આંક ૭૨ સુધી તો પહોંચી જ ગયો છે. ભારતીય લશ્કરને મળેલી આ સફળતા નાની-સૂની તો નથી જ.
છેલ્લા કેટલાંક સમયથી વિશ્વમાં ખૂબ ફેરફારો થઇ રહ્યા છે. લાંબા સમયની દુશ્મની ભુલીને દેશો એક બનવા લાગ્યા છે. તેનો સૌથી મોટો દાખલો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા છે. વડા પ્રધાન મોદીએ ચીન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, તેની બીજી અસર એ જાવા મળી છે કે પાકિસ્તાન થોડું કુણુ પડ્યું છે.
આટલાં વર્ષમાં પહેલી જ વાર પાકિસ્તાનના લશ્કરી વડાએ દર વર્ષે યોજાતી પાકિસ્તાન ડે પરેડમાં ભારતના પ્રતિનિધિને પણ હાજર રહેવાનું આમંત્રણ મોકલાવ્યું હતું. આટલું ઓછું હોય તેમ સપ્ટેમ્બર મહિનામાં રશિયામાં યોજાનારી સંયુક્ત લશ્કરી કવાયતમાં ભારતની સાથે જ ચીન અને પાકિસ્તાન પણ જાડાવાનું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



