દેવમોગરા ના પ્રખ્યાત મંદિર ને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા આઠ કરોડ ની ફાળવણી પરંતુ ત્યાં સરકારી જમીન પર ના દબાણો હટાવવા નોટિસ અપાતા મામલો કલેક્ટરાલયે પોહ્ચ્યો


રાજપીપલા:
નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકામાં દેવમોગરા ગામ મા આદિવાસીઓ ની કુળદેવી પાંડુરી માતાજી મંદિર આવેલું છે અને દરવર્ષે શિવરાત્રી એ આ મંદિરે ભાતીગળ મેળો ભરાય છે અને જ્યાં લાખ્ખો ની સંખ્યા માં ભક્તોો આવે છે આ મંદિરને સરકાર દ્વારા હિન્દૂ દેવસ્થાન કમિટી માં સમાવેશ કરી દેવમોગરા ગામ ને પ્રવાશન ધામ તરીકે વિકસાવા માટે આઠ કરોડ રૂપિયા ની ફાળવણી કરી અને આ જગ્યા એ મોટી ધર્મશાળા પાકી દુકાનો અનેે રસ્તા બનાવવા માટે સર્વે હાાથ ધરી કાામગીરી ની શરૂઆત કરી ગ્રામજનોની સરકારી જમીન માં દુકાનો આવેલી છે જે આ ધર્મશાળા બનાવવા માટે અડચણ રૂપ થતા સાગબારા મામલતદાર દ્વારા દુકાનો હટાવી દેવાની નોટિસો ફટકારી હતી જેથી આજે આ ગ્રામજનોને નોટિસ મળતા રોષે ભરાઈ નર્મદા જિલ્લા કલેક્ટર ને રજુવાત કરવામાં 600 થી વધુ લોકો એ રાજપીપલા શહેર ના જિલ્લા પંચાયત થી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને ભારે સુત્રોચાર પણ કરવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા કલેકટર અને ગ્રામજનો વચ્ચે ભારે દલીલો ચાલી હતી જોકે જિલ્લા કલેકટરે સરકારના કામમાં અડચણ ન કરવી એવી વાત કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને દલીલ બાદ જિલ્લા સેવાસદન ના ઓટલા પર બેસી રહ્યા હતા પરંતુ પોલીસ ની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો અને ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છેકે અમે અમારી દુકાનો ખાલી નહીં કરીયે તેમજ ગ્રામજનો એ આક્ષેપ પણ કર્યો કે અમને હટાવ્યા બાદ બહારના લોકો ત્યાં વસી જશે ત્યારે આવનારા દિવસોમાં આ મામલો વધુ વીફરે તેમ લાગી રહ્યું છે , આ રેલી માં જિલ્લા પંચાયત પ્રમુખ રૂચિકાબેન વસાવા અને કારોબારી ચેરમેન બહાદુર વસાવા પણ જોડાયા હતા જોકે આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરે મીડિયા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





