લીંબડી બાહેલાપુરા સમસ્ત પાટીદાર સમાજ નો શૈક્ષણીક હેતુ માટે કાર્યક્રમ યોજાયો

0
80

લીંબડી તાલુકા સમસ્ત પાટીદાર સમાજ કડવા તેમજ લેઉવા પાટીદાર સમાજ સંચાલિત સરી સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા યુવાનો, બહેનો, વિધાર્થીઓ તથા સમાજ ના વડીલ, વૃધા ના વિકાસ માટે તેમજ મધર ડે નિમિતે યોજાયેલ સમારંભ શ્રી સરદાર પટેલ ભુવન માં યોજાયેલ
જેમાં આ કાર્યક્રમ માં ખાસ મહેમાન તરીકે પધારેલ સુરેન્દ્રનગર ઉમિયા માતાજી ના મંદિર ના પ્રમુખ આર.જી.પટેલે પોતાના પ્રવચન માં જણાવેલ કે શૈક્ષણીક વિકાસ તથા ભણી ને નોકરી લાગી સમાજ માટે લોકો ઉપયોગી બનીને તેમજ વ્યસન મુક્તિ તથા સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે સમાજના ભાઈઓ – બહેનો, એકતા જાળવી રાખે તથા વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ.

આ પ્રસંગે લીંબડી સરદાર પટેલ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ નંદલાલભાઈ લાદોલા, મંત્રી ચેતનભાઈ પટેલ, તથા ઉપપ્રમુખ ગંગદાસ પટેલ, ઇન્દુભાઇ છત્રોલા, લીંબડી નીલકંઠ વિધાલય સંચાલક હિતેશભાઈ બાંધણીયા ( લાલાભાઈ), શ્રધ્ધા વિધાલય ના ડી.ડી. પટેલ, ઈશ્વરભાઈ પટેલ, ચતુરભાઈ પટેલ, ગટોરભાઈ પટેલ, બી.જે.પટેલ-એડવોકેટ, ભરતભાઈ પટેલ નીધીવાળા, તેમજ સમાજના માજી.પ્રમુખો,મંત્રીઓ, અગ્રણીય વડીલ બંધુઓ, ભાઈઓ,બહેનો,દીકરીઓ અને વિધાર્થીઓ મોટી સંખ્યા માં હાજર રહીયા હતા.

રિપોર્ટર : દીપકસિંહ વાઘેલા, લીંબડી
મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY