કચ્છના આદિપુરમાં સગીરા સાથે બગીચામાં બળાત્કાર, પોક્સો એક્ટ હેઠળ આરોપી પર ફરિયાદ

0
512

ગાંધીધામ :આદિપુરમાં 14.7 વર્ષની સગીરા છોકરીને તેની સોસાયટીમાં રહેતો મૂળ વિરમગામનો વતની યુવક લગ્નના નામે ભોળવીને દુષ્કર્મ ગુજારી પોતાની સાથે વિરમગામ ભગાડી ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.

સગીરાના પિતાને જાણ થતાં તે પોલીસ સાથે તત્કાળ વિરમગામ પહોંચ્યા હતા અને દીકરીને પરત ઘરે લઈ આવ્યાં છે. સગીરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક કુણાલ રાજુભાઈ ભીલ (રાણા)ને દબોચી લીધો છે.

યુવકે 13મીની રાત્રે યુવતીનું અપહરણ કરી આદિપુરના એક બગીચામાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં તે મોટર સાયકલથી તેને ભચાઉ અને ત્યાંથી બસમાં બેસાડી વિરમગામ લઈ ગયો હતો. સમગ્ર બનાવમાં આરોપીને તેના અન્ય મિત્રોએ પણ મદદ કરી હોવાનું સગીરાએ જણાવ્યું છે. બનાવ અંગે આદિપુર પોલીસે પોક્સો એક્ટની કલમ 4 તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 363, 366, 376, 114 હેઠળ કુણાલ અને તેના સાગરિતો વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે.

રિપોર્ટર: ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY