ચોટીલા હાઇવે ઉપર એક સ્વિફ્ટ ગાડી અટકાવવાની કોશિશ કરતા, પુર પાટ નીકળી જતા, તેનો ફિલ્મી ઢબે પીછો કરી પકડી પાડતી ચોટીલા પોલીસ

0
31

 

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા જિલ્લાની સુરેન્દ્રનગર જીલ્લા પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લામાં પ્રવેશતા પર પ્રાંતીય વિદેશી દારૂ બાબતે હાઇવે ઉપર વોચ રાખી, બાતમીઓ મેળવી, પ્રોહીબિશનના કેસો શોધી કાઢવા તથા દેશી વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને પ્રોહીબિશનના કેસો શોધી કાઢી, દેશી વિદેશી દારૂના ગુન્હાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા માટે સૂચનાઓ કરવામાં આવેલ.

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પો.ઇન્સ. પી.ડી.પરમાર, પો.સ.ઇ. આઇ.કે.શેખ તથા સ્ટાફના એ.એસ.આઇ. કેતનભાઈ હે.કો. હરદેવસિંહ, ઘનશ્યામભાઈ, દેવાભાઇ, અબ્દુલભાઈ પો.કોન્સ. સરદારસિંહ, વસંતભાઈ, શેખભાઈ, ચતુરભાઈ મયુરસિંહ, વિનુભાઈ, વિજયસિંહ, સહિતની ટીમ દ્વારા મળેલ માહિતી આધારે ચોટીલા હાઇવે ઉપર એક સ્વિફ્ટ ગાડી નં. GJ-01-DT-7439 વાળી નીકળતા, તેને અટકાવવાની કોશિશ કરતા, પુર પાટ નીકળી જતા, તેનો ફિલ્મી ઢબે પીછો કરી, ચોટીલા દુધેલી ગામ તરફ જવાના રસ્તા પાસે ગાડી મૂકી નાસવા જતા, આરોપી નાગરાજ બહાદૂરભાઈ ખાચર કાઠી દરબારને પકડી પાડેલા અને ગાડીની તલાસી કરતા, સ્વિફ્ટ ગાડીમાં, જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂના બોટલ ચપલા નંગ 1758 કિંમત રૂ. 1,75,800/- તથા મોબાઈલ ફોન, સ્વિફ્ટ કર મળી કુલ રૂ. 4,79,800/- ના મુદ્દામાલ સાથે આરોપી નાગરાજ બહાદૂરભાઈ ખાચર કાઠી દરબાર ઉવ. 22 રહે.હાલ ચામુંડા નગર સોસાયટી, ચોટીલા મૂળ રહે. ભાડલા તા.જસદણને પકડી પાડવામાં આવેલ છે…..

પકડાયેલ આરોપી નાગરાજ બહાદૂરભાઈ ખાચર કાઠી દરબારની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા, આ વિદેશી દારૂ કુંઢડા ગામ પાસે આરોપી નાગરાજ કાઠીએ આપેલ અને આ વિદેશી દારૂ ચોટીલા મફતિયપરા મા રહેતા આરોપી અકબરભાઈ સુલેમાનભાઈ માણેકને આપવાનો હોવાની કબૂલાત કરવામાં આવતા, ચોટીલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. કેતનભાઈ ચાવડાએ સરકાર તરફે ફરિયાદી બની, ત્રણેય આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી, કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…

ચોટીલા પોલીસ દ્વારા આ વિદેશી દારૂ ક્યાંથી લાવવામાં આવેલ હતો અને કોને પહોંચાડવાનો હતો..? અન્ય કોણ કોણ આરોપીઓ આ ગુન્હામાં સંડોવાયેલ છે..? પકડાયેલ આરોપી બીજા કોઈ પોલીસ સ્ટેશનના ગુન્હાઓ માં વોન્ટેડ કે પકડવાના બાકી છે કે કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? વિગેરે મુદ્દાઓસર વિશેષ પૂછપરછ હાથ ધરી, પોલીસ રિમાન્ડ મેળવવા ચોટીલા કોર્ટમાં રજૂ કરી, દિન 5 ના પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવતા, ચોટીલા કોર્ટ દ્વારા દિન 2 ના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે તથા આ ગુન્હાના નાસી ગયેલ મુખ્ય સૂત્રધાર આરોપીઓ નાગરાજ કાઠી તથા અકબર સુલેમાનભાઇને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી, વધુ તપાસ પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવેલ છે…

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી. મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY