લીંબડી શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગ ના કારણે ટ્રાફિક જામ ની સમસ્યા વિકટ બનતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રખડતા ઢોરો અને ગેરકાયદે પાર્કિંગ કરી ટ્રાફિક ને અડચણ રૂપ કરતાં તત્ત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે સંદર્ભે સિનિયર સિટીઝન ગૃપ અને સામાજિક આગેવાનો એ નગરપાલિકા અને નાયબ કલેકટર ને લેખિત રજૂઆત કરી છે.
લીંબડી માં પોલીસ તંત્ર ની ઢીલી નીતિ અને સુધરાઈ તંત્ર ની મીલી ભગત ના કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક ને અડચણ રૂપ દબાણો નો રાફડો ફાટ્યો છે. તદ્ઉપરાંત જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ ના કારણે પહોળા માર્ગો સાંકળા બની જતા ટ્રાફિક સમસ્યા જટિલ બની રહી છે. તેમાં એ ખાસ કરીને બળેવિયા કોઠા થી ઝવેરીયા કુવા સુંધી ગ્રામ વિસ્તારમાં થી સવારે આવેલા છકડો રિક્ષા – યુટીલીટી જીપ અને ટેમ્પો જેવા નાના મોટા વાહનો ને માર્ગ પર જ આડેધડ પાર્ક કરી દેવામાં આવતા ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય છે. આવી જ રીતે સરોવરિયા ચોક, શાકમાર્કેટ ના આગળના અને પાછળ ના દરવાજા ના માર્ગો તેમજ જુના બસ સ્ટેન્ડ માર્ગે, ચબુતરા ચોક, લેકવ્યુ જેવા વિસ્તારોમાં આડેધડ દ્વિચક્રી વાહનો પાર્ક કરાતાં દિવસ મળી ભર ટ્રાફિક જામ ના દ્રશ્યો હવે સામાન્ય બની રહ્યા છે. પોલીસ તંત્ર ની ઢીલી નીતિ અને સુધરાઈ તંત્ર ની બેદરકારી નો સીધો ભોગ આમ રાહદારીઓ અને નાના વેપારીઓ બની રહ્યા છે.
પોલીસ અને સુધરાઈ તંત્ર દ્વારા અપાતી નોટિસો ને દબાણકર્તાઓ ઘોળીને પી ગયા હોય તેમ ઠેર ઠેર બીલાડી ની ટોપ ની જેમ દબાણો ખડકાઈ રહ્યા છે. પરિણામે જાહેર રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ રહ્યાં છે.
ટ્રાફિક સમસ્યાને ઉકેલવા મુખ્ય માર્ગો ને વન-વે જાહેર કરો.લીંબડી માં પેચીદા બની રહેલા ટ્રાફિક જામ સમસ્યા ના કાયમી ધોરણે ઉકેલવા માટે મુખ્ય માર્ગો
ગાયત્રી મંદિર થી ભલગામડા ગેટ, વ્હાઇટ હાઉસ ચોક થી ચબુતરા ચોક અને શાકમાર્કેટ ના બંને દરવાજા ના માર્ગો ને વન-વે જાહેર કરવામાં આવે તેવી નગરપાલિકા અને નાયબ કલેકટર ને સિનિયર સિટીઝન ગૃપ અને વેપારી આગેવાનો એ લેખિત રજૂઆત કરીછે.
રિપોર્ટર. : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





