કોમન સર્વિસ સેન્‍ટર દ્રારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીઝીટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત પ્રમાણપત્ર એનાયત

0
94

સાયલા તાલુકામાં કોમન સર્વિસ સેન્‍ટર દ્રારા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીઝીટલ સાક્ષરતા અભિયાન અંતર્ગત પાસ થયેલ વિધાર્થિઓને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા. સરકાર દ્રારા હાલમાં ડીઝીટલ જાગૃતિ માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે ત્‍યારે કોમન સર્વિસ સેન્‍ટર દ્રારા ગ્રામીણ ડીઝીટલ સાક્ષરતા માટે ગામડાઓમાં કે જયાં ડીઝીટલ વિશે ઓછી જાણકારી ધરાવે છે ત્‍યાં ગામડાઓમાં જઇ કેમ્‍પો દ્રારા તેમજ વિલેજ લેવલ એન્‍ટર‍પ્રેન્‍યોર દ્રારા ડીઝીટલ જાગૃતિ માટેનાં પ્રયાસો કરવામાં આવે છે તથા લોકોને ફ્રીમાં ડીઝીટલ શિક્ષણ આપી ફ્રીમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. સાયલા તાલુકામાં કોમન સર્વિસ સેન્‍ટરનાં જીલ્‍લાનાં મેનેજર મયુર વાઘેલા દ્રારા પાસ થયેલા પ્રધાનમંત્રી ગ્રામીણ ડીઝીટલ સાક્ષરતા અભિયાનનાં વિધાર્થિઓને પ્રમાણપત્ર આપવામાં આવ્‍યા હતા. તેમજ તેમને પ્રોત્‍સાહિત કરી બીજા લોકોને પણ આ માટે જાગૃત કરવા જણાવવામાં આવ્‍યું હતું.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી

મો. ૯૮૨૫૫ ૯૧૩૬૬

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY