ચોટીલા તાલુકામાં મધ્‍યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક –કમ-કુક ની નિમણૂંક કરાશે

0
23

સુરેન્‍દ્રનગર :- મામલતદાર ચોટીલાની એક અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે ચોટીલા તાલુકાના ડાકવડલા, શેખલીયા, ચિરોડા(ભા), ભોજપરા, ડાકવડલા સીમશાળા, લાખણકા સીમશાળા, ફુલઝર સીમશાળા, અકાળા સીમશાળા, નાળીયેરી સીમશાળા, મેવાશા(શે) સીમશાળા અને રેશમીયા સીમશાળા ખાતે મધ્‍યાહન ભોજન યોજના કેન્‍દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ જગ્‍યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્‍છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, ચોટીલા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા.૨૫/૫/૨૦૧૮ સુધીમાં મામલતદાર કચેરી ચોટીલા ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY