સુરેન્દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા), સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકારના અલ્પસંખ્યક મંત્રણાલય દ્વારા લઘુમતિ જાતિઓની પરંપરાગત કલાને પ્રોત્સાહન આપવા માટે ઉસ્તાદ સન્માન-૨૦૧૮ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની વિગતવાર જાહેરાત તા.૨૧/૪/૨૦૧૮ના રોજ દૈનિક સમાચાર પત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તેમજ અલ્પસંખ્યક મંત્રણાલયની વેબસાઈટ પર પણ જાહેરાત અપલોડ કરેલ છે. આ યોજના હેઠળ લાભ લેવા ઈચ્છુક લઘુમતિ જાતિના ૩૦ વર્ષથી વધુ ઉંમરના તથા તા.૩૧/૧૨/૨૦૧૭ના રોજ ૧૦ (દસ) વર્ષનો અનુભવ ધરાવતા કલા કારીગરોએ જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજીનો નમૂનો અલ્પસંખ્યક મંત્રણાલયની વેબ સાઈટ પરથી મળી શકશે. તેમજ ભરેલ ફોર્મ જરૂરી આધાર- પુરાવા સાથે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી(વિ.જા), સુરેન્દ્રનગરની કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં મોકલી આપવા વધુમાં જણાવાયું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





