આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં ભૂતિયાં કનેકશનનો શોધવાની કામગીરી માં જીઆઇડીસી માં આવેલ કમ્પની નું પ્રદુષિત પાણી નું ગેરકાયદે નિકાલ કરવા અર્થે કરાયેલ ભૂતિયા કનેકશન ઝડપાયું. આજે આ કાર્યવાહી દરમ્યાન gpcb .વિજિલન્સ gpcb. GEMI. NCT. નોટિફાઈડ ના અધિકારીઓ હાજર રહ્યા હતા.
આમ GPCB ને તેમને મળેલ માહિતી મુજબ કાર્યવાહી કરતા સફળતા મળી રહી છે. આ ભૂતિયા કનેકશન શોધવા માટે રોડ ની બાજુ માં ખોદકામ કરવું પડે છે અને કમ્પનીઓ ના ગેટ ની સામે પણ ખોદવું પડે છે .અને ચોમાસા ની ઋતુ આવી રહી છે તે બહાના હેઠળ ભૂતિયા કનેકશન શોધવાની કાર્યવાહી નો ઉદ્યોગ પતિઓ દ્વારા વિરોધ કરવામાં આવે છે. પરંતુ GPCB ના કેહવા મુજબ તેમણે તો કોર્ટ અને વડી કચેરી ના આદેશો નો અમલ કરવાનો છે.અને આ બધા ભૂતિયા કનેકસનો છે જે સંતાડી ને વર્ષો થી કરાયેલા છે અને તેને શોધવા ખોદવું જરૂરી છે.
આમ gpcb રોજ રોજ માહિતી ના આધારે કાર્યવાહી કરી ભૂતિયા કનેકસનો શોધી રહી છે અને તેમાં સફળતા મળી રહી છે. આવી જ રીતે ચાલશે તો અંકલેશ્વર જીઆઇડીસીના ભૂતિયાં કનેકશનનો દૂર થશે અને પર્યાવરણમાં સુધારો થશે એવી અપેક્ષા રખાય છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે વર્ષો થી પર્યાવરણ ના ભોગે તગડા થયેલા ઉદ્યોગપતિઓ ને હવે જ્યારે કાયદેસર કામ કરવું પડે ત્યારે કદાચ ટ્રીટમેન્ટ ખર્ચ અને પ્રોડક્ટ નો માર્કેટભાવ મેચ ન પણ થતા હોય તેવા સંજોગો માં અંકલેશ્વર ના ઉદ્યોગો ને કામ ચલાવ બહાના તરીકે કદાચ ચોમાસુ હોઈ શકે પણ અંતે તો ટ્રીટમેન્ટ એજ છુટકો
એમ પણ જાણવા મળે છે કે
Nctl નું સરકારી કરણ પણ જવાબદાર છે જેથી હવે આ અંગે પણ વિચારવું રહ્યું
સલીમ પટેલ
પ્રકૃતિ સુરક્ષા મંડળ
અંકલેશ્વર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





