“ભવિષ્યમાં ‘એવરેસ્ટ’ સર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.”

વડોદરા થી મનાલીમાં આવેલ સમર કેમ્પમાં ૭૦ જેટલી છોકરીઓનું ગ્રુપ ૧૧ દીવસ માટે ટ્રેકિંગ કરવા ગયું હતું ,જ્યાં સૌથી ઊંચા અને માઉન્ટ એવરેસ્ટ થી અડધી ઊંચાઈ એટલે ૧૪૫૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતાં “ભૃગુ લેક” સર કરવા કેમ્પમાં ગયેલ ૭૦ છોકરીઓએ પહેલા શરૂઆત કરી હતી ,જોકે તેમાંથી કેટલીય છોકરીઓ હારી થાકીને પોતાના કેમ્પમાં પરત ફરેલ હતી. હાડ થીજવે તેવી ઠંડી અને ચારે તરફ બરફ જ બરફ હોવાથી ભલભલા હિંમત હારી જતાં હોય, ત્યારે ૭૦ માથી ૧૭ છોકરીઓએ સાહસિકતા દાખવી બહાદુરી સાથે હિંમત હર્યા વગર છેક ‘ભૃગુલેક’ શિખર સર કર્યો હતો. ઉપર શિખર પર પહોંચનારી સત્તર દિકરીઓ માંથી બે દીકરીઓ આપણા ભરૂચની લાયબાખાન મુનાફ પઠાણ ઉમર વર્ષ ૧૪ અને લારેબખાન મુનાફ પઠાણ ઉમર વર્ષ ૧૧નાઓ બંને બહેનોનો સમાવેશ થયો હતો બંને દીકરીઓએ હિંમત હાર્યા વગર સાહસિકતા અને ધૈર્ય દાખવી ભરૂચનું નામ રોશન કર્યું હતું અને ભવિષ્યમાં આગળ તેઓની ઈચ્છા માઉન્ટ એવરેસ્ટ સર કરવાની છે તેમ જણાવ્યું હતું.

જોકે ‘ભૃગુલેક’ સર કરવામાં કેમ્પ માં લારેબખાન સૌથી નાની વય ની હતી જેના માટે કેમ્પના સંચાલકોએ તેણીની સાહસિકતા બદલ તેને અભિનંદન પાઠવ્યા હતાં.
ભરૂચનું નામ રોશન કરનાર ભરૂચ ની બંનેવ દીકરીઓના પિતા મુનાફ પઠાણ દ્રારા મીડિયા સાથે વાતચીત માં જણાવ્યું હતું કે તેમની દીકરીઓ દ્રારા આ સિદ્ધિ બદલ તેઓએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી અને દીકરો હોય કે દીકરી દરેક માં- બાપ દ્રારા બાળકોને આવી પ્રવૃતિ માં મોકલવાથી તેમની પર્સનાલીટી અને કોન્ફિડન્સ માં પણ વધારો થતો હોવાનું જણાવ્યું હતું.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





