કર્ણાટકમાં ‘કમળ’ની કમાલ છતાં નહિં બને ભાજપની સરકાર…!!?

0
128

ભાજપ સૌથી મોટી પાર્ટી બની હોઇ તેને સરકાર બનાવવા પહેલું આમંત્રણ આપી શકે છે રાજ્યપાલ વજુભાઇ વાળા
બેંગ્લુરુ,તા.૧૫
કર્ણાટકના પરિણામમાં ટિવસ્ટ આવ્યું છે, ભાજપનો વિજય રથ બહુમતથી આગળ ધપ્યા બાદ રૂઝાનના અંતિમ તબક્કામાં ભાજપની સરસાઈ ઘટીને ૧૦૪ બેઠકો સુધી સિમિત રહી હતી. દરમિયાન બીજીતરફ કોંગ્રેસે જેડીએસને સરકાર રચવા ટેકો આપવાની જાહેરાત કરી છે. જેડીએસના દેવગૌડાના પુત્ર કુમારસ્વામીને સીએમ પદ ઓફર કરવામાં આવતાં જેડીએસે કોંગ્રેસની ઓફર સ્વીકારી લીધી અને કર્ણાટકમાં સરકાર રચવાનો દાવો કરી દીધો છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થઈ હતી. ચાર કલાકથી વધુની મતગણતરી બાદ પરિણામનું ચિત્ર સ્પષ્ટ થતું જાવા મળ્યું હતું. કર્ણાટકમાં ‘કમળ’એ કમાલ કરતા સત્તા પરિવર્તન નિશ્ચિત જણાતું હતું પરંતુ ભાજપનો વિજય રથ બહુમતિથી ૯ સીટ દુર ૧૦૪ સીટો પર અટકી ગયો હતો. કોંગ્રેસ બીજા મોટો પક્ષ રહ્યો છે તેમજ જેડીએસ ત્રીજા ક્રમે છે.
જાકે કર્ણાટકમાં જાતિવાદનું કાર્ડ કોંગ્રેસ પર બૂમરેંગ થયું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. લિંગાયત સમુદાયની વસતિ ધરાવતા ગઢમાં કોંગ્રેસ ઉંધે માથે પડી છે. પોલિટિકલ એક્સપટ્‌ર્સના મતે કર્ણાટકમાં ભાજપ સરકાર રચે તેવી શક્યતા છે. આ સાથે જ ભાજપના કેમ્પમાં હર્ષ અને ઉલ્લાસની લહેર છવાઈ ગઈ હતી પરંતુ બપોર પડતા-પડતા બહુમતીનો પેચ ફસાઇ ગયો. એક સમયે રૂઝાનમા બહુમતીનો ૧૧૨નો આંકડો પાર કરી ચૂકેલ ભાજપ હાલ ૧૦૪ સીટો પર જ સમેટાઇ ગઇ હતી. આમ બહુમતીના આંકડાથી ૮ સીટ દૂર રહી છે.
કર્ણાટકમાં હાજર કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીના આદેશથી દેવેગોડા અને તેમના દીકરા કુમારસ્વામી બંને સાથે ફોન પર વાત કરી કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા મુદ્દે રાજી કરી લીધા હતા
ગુલામ નબી આઝાદેા કહ્યુ કે જેડીએસ સરકાર ચલાવશે. તેમણે આગળ કહ્યુ કે ગવર્નર સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવામાં આવશે. ગવર્નરને કહેવામાં આવશે કે અમારી પાસે ભાજપ કરતા વધુ સીટ્‌સ છે.
૨૨૨ સીટો માટ આ ચૂંટણીમાં ૧૦૫ પર આગળ ચાલી રહેલા ભાજપને ૮ બીજી સીટોની જરૂર પડશે. જા કર્ણાટક જનતા પાર્ટી, બસપા, અને એક અપક્ષ ભાજપને સમર્થન આપે છે તો તેઓ ૧૦૭ પર પહોંચશે પરંતુ બહુમતથી ત્યારે પણ ૬ સીટ દૂર જ રહેશે. એવામાં જા ભાજપને બહુમત એકત્ર કરવાની છે તો તેઓ જેડીએસ કે કાંગ્રેસના કેટલાંક ધારાસભ્યોના પલ્લામાંથી તેમને રાજીનામાં અપાવાનો દાવ રમી શકે છે. એવામાં આ સીટો પર ફરીથી ચૂંટણી થશે અને જીત પ્રાપ્ત કરીને બહુમત એકત્ર થઇ શકશે.
કર્ણાટકમાં ૧૨ મેના રોજ ૨૨૪ સીટોમાંથી ૨૨૨ પરે એક ફેઝમાં ચૂંટણી યોજાઈ હતી. રાજ્યની રચનાના ૪૬ વર્ષ બાદ આ વખતે સૌથી વુધ ૭૨.૧૩% વોટિંગ થયું. ૨૦૦૮ (૬૫.૧%)ની સામે ૨૦૧૩ (૭૧.૪૫%)માં લગભગ ૬% વોટિંગ વધુ થયું હતું. ત્યારે સરકાર બદલાઈ ગઈ હતી અને ભાજપએ પહેલીવાર રાજ્યમાં પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવી હતી. આ વખતે પણ એવું જ થયું. કોંગ્રેસ સત્તાથી બહાર થઈ ગઈ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY