બેંગ્લુરુ,તા.૧૫
દક્ષિણના રાજ્ય કર્ણાટકમાં બીજેપી સત્તામાં ઊભરી રહી છે. રાજ્યમાં કોંગ્રેસને હારનો સામનો તો કરવો જ પડ્યો છે પણ ખરાબ વાત એ છે કે ચાલુ સીએમ સિદ્ધારમૈયા પણ પોતાની બેઠક સાચવી શક્યા નથી.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પરથી લડી રહ્યાં હતા જેમાં ચામુન્ડેશ્વરી બેઠક પરથી હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુન્ડેશ્વરી બેઠક પર જનતા દળ (સેક્્યૂલર)ના ઉમેદવાર જીટી દેવગૌડા સામે ૨૩૧૫૩ મતોથી હાર્યા છે. સિદ્ધારમૈયાને કુલ ૪૧૪૫૬ મત મળ્યા છે જ્યારે જીટી દેવગૌડાને ૬૪૬૦૯ મત મળ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર એસઆર ગોપાલરાવને માત્ર ૬૨૫૬ મતો જ મળી શક્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





