બેંગ્લુરુ,તા.૧૫
સિદ્ધારમૈયા ચૂંટણીની તારીખોનું એલાન થયા પહેલા જ રાજ્યમાં લિંગાયત કાર્ડ રમ્યા. આ સમુદાયને ધાર્મિક અલ્પસંખ્યકનો દરજ્જો આપવા વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રની મંજૂરી માટે મોકલી આપ્યો. માનવામાં આવી રહ્યુ છે કે સિદ્ધારમૈયાનો આ દાવ ઉલટો પડ્યો. રાજ્યમાં લિંગાયતની વસતી ૧૭%થી ઘટીને ૯% માનવામાં આવી. માનવામાં આવ્યું કે વસતીને ઓછી આંકવાથી આ જૂત કોંગ્રેસથી નારાજ થઈ ગયું. આ પગલાથી વોક્કાલિંગા સમુદાય અને લિંગાયતોના વીરાશૈવમાં પણ નારાજગી હતી.
પરંતુ કોંગ્રેસનો આ દાવ ફેઈલ રહ્યો. કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ભારતીય જનતા પક્ષની વોટ બેંક માનવામાં આવે છે. કોંગ્રેસ લિંગાયત સમુદાયના વોટ મેળવવા ઈચ્છતી હતી. જા લિંગાયતના વોટ કોંગ્રેસને મળી જતા તો તે ફરીથી સત્તા પર આવી શકતી હતી. પરંતુ આવુ બન્યુ નહિ. જ્યાં લિંગાયતોનો દબદબો છે તેવી જગ્યાઓએ કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ નહિ.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"