પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજ ની ૫૦ મી પુણ્યતિથી નિમિત્તે ગુરૂલીલા મૃતનું સમૂહ પારાયણ અને સ્વાહાકાર યજ્ઞ, શોભાયાત્રા .

0
825

પાદરામાં શ્રી રંગ અવધૂત મહારાજ ની ૫૦ મી પુણ્યતિથી વર્ષે તેની ઉજવણીના મહોત્સવમાં તેમણે રચેલા ગ્રંથરાજ ગુરુલીલા મૃતનો યજ્ઞનો અને તે સાથે ગ્રંથના ૭૦૦ સમૂહ પારાયણ નો આજે વહેલી સવારથી પ્રારંભ થયો હતો. સાંજે પાદરાના ટાવર રોડ સાથે લીલગીરી માતાજીના મંદિરેથી ગ્રંથની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.શોભાયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું.. .
નગરને સુશોભિત કરી દરેક મંડળો નગરના રસ્તાઓને શણગાર્યા હતા.નગરના મુખ્ય રસ્તા પર યુવક મંડળો એ રંગ અવધૂત મહારાજ ની ઝૂંપડી અને વિવિધ સુશોભિત કરી સમગ્ર નગરને ભક્તિમય બનાવી દીધું હતું. પાદરા નગર દિગંબર ની ધૂનમાં ભાવલીન બની ગયું હતું. શોભાયાત્રા પાલખી રંગ અવધૂત મહારાજ ની પાલખી ઓ સાથે હજારો રંગ અવધૂત પરિવાર સાથે નિકળી હતી.પાદરામાં આજે ૬૩ વર્ષ બાદ શ્રી રંગ અવધૂત મહારાજ ની ૫૦ મી પુણ્યતિથી એ તેની ઉજવણી થઇ રહી હતી.પાદરાના રંગ ફાર્મ ખાતે આજે વહેલી સવારે અધિક જેઠ સુદ એકમના રોજ પક્ષનો પ્રારંભ થયો હતો.વિદ્વાન બ્રહ્મણોના સાનિધ્યમાં ૨૫ યુગલોએ પૂજાવિધિ કરી હતી. બપોર બાદ ગ્રંથરાજની શોભાયાત્રા લિલગીરી મંદિરથી નીકળી હતી.જેમાં નગરના શ્રેષ્ઠીઓ .ભજન મંડળીઓ,રંગ પરિવાર ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતાં.વેશભૂષા , આદિવાસી નૃત્ય,બેન્ડ વાજા સાથે નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. પાદરાના અંબાજી પરિવાર વતી પાદરાના અંબાજી રોડના વેપારીઓએ ચોકસી મહાજન મંડળે બજારના મુખ્ય માર્ગ ને સાડીઓ,ફૂલોથી શણગાર્યો હતો.શોભાયાત્રામાં લીલાગિરિ માતાજીના મંદિરની ભુવાજી મહંત, પાદરા સંતરામ મંદિરના મહંત , રામદ્વારા મંદિર ના મહંત ,નારેશ્વર ના ટ્રસ્ટી,પાદરા નગરપાલિકા પ્રમુખ બજાર સમિતિના ઉપપ્રમુખ પાદરા શહેર ભાજપના માજી પ્રમુખ સહિત પાદરા ના ચોકસી બજાર,અનાજબજાર વેપારીઓ નગરના શ્રેષ્ઠીઓ આગેવાનો નગરજનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રા નું ઠેર ઠેર પુષ્ગુચ્છથી સ્વાગત કર્યું હતું.પાદરાના નંદેશા શેરીમાં મુખ્ય પાદુકા સ્થળે શોભાયાત્રા આવતા રોશનીથી અને ફૂલોથી સુશોભિત કરાઈ હતી.૧૦૮ દીવાની મહાઆરતી કરાઈ હતી.રંગોળી પાડવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY