*ભુજના પધ્ધર નજીક કાર અને કૂતરા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો બે લોકોનાં મોત, ૧૦ લોકો ઘાયલ*

0
525

ભુજઃ ભુજના પધ્ધર ગામ નજીક સર્જાયેલો ગમખ્વાર અકસ્માત રસ્તામાં વચ્ચે આવતાં શ્વાનને બચાવવા જતાં આ બનાવ થયો હોવાનું બહાર આવ્યું છે. બપોરે ૨ વાગ્યાના અરસામાં પધ્ધર પોલીસ મથકથી અડધો કિ.મી. દૂર શામજીભાઈ ખુંગલાની વાડી પાસે દુર્ઘટના ઘટી હતી.

ચાલક સહિતના 12 યાત્રાળુઓ ચોટીલાથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે એકાએક કૂતરું આડે ઉતરતાં તેને બચાવવા જતાં જીપચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. જીપ પલટી ખાઈને રોંગસાઈડમાં ઝાડ સાથે અથડાઈ પડી હતી.

અકસ્માતમાં નખત્રાણા તાલુકાના વરમસેડા ગામના 60 વર્ષિય વેલાભાઈ મમુભાઈ રબારી અને 65 વર્ષિય વેલુબેન કાનાભાઈ રબારીના મોત નીપજ્યાં હતા. તો, પાંચ મહિલા અને બે બાળકો સહિત દસ જણાંને ફ્રેક્ચર સહિતની હળવી-ભારે ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડાયાં હતા. ઘાયલોમાં બે જણાં ભુજ તાલુકાના કુરબઈ અને એક બાળક ભુજોડીનો રહીશ છે. દુર્ઘટના અંગે વરમસેડાના મણિબેન પચાણભાઈ રબારીના નિવેદનના આધારે પધ્ધર પોલીસે જીજે 12 ડીએ 7715 નંબરની જીપના ચાલક પાલાભાઈ સાજનભાઈ રબારી વિરુધ્ધ ફરિયાદ નોંધી છે.

દુર્ઘટનામાં ઘાયલ લોકોની યાદી

(1) નાથીબાઈ દેવાભાઈ રબારી (ઉ.વ.50, રહે. વરમસેડા) (2) આરખબાઈ વેલાભાઈ રબારી (ઉ.વ.60, રહે. વરમસેડા) (3) ભચીબાઈ દેવાભાઈ રબારી (ઉ.વ.65, રહે. કુરબઈ, ભુજ) (4) વજાભાઈ પાલાભાઈ રબારી (ઉ.વ.55, રહે. વરમસેડા, ભુજ) (5) અશ્વિનભાઈ ભીમજીભાઈ રબારી (ઉ.વ.08, રહે. ભુજોડી) (6) મણિબેન પચાણભાઈ રબારી (ઉ.વ.32, રહે. વરમસેડા) (7) પાલીબેન મેઘજીભાઈ રબારી (ઉ.વ.25, રહે. વરમસેડા) (8) મેહુલ મેઘજી રબારી (ઉ.વ.05, રહે. વરમસેડા) (9) જીવાભાઈ પબાભાઈ રબારી (ઉ.વ.60, રહે. કુરબઈ, ભુજ) અને (10) પાલાભાઈ સાજનભાઈ રબારી (ઉ.વ.60, વરમસેડા)

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ-કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY