વડિયા કરાંઠા થરી રોડ બનાવવાની કામગીરી થી લોકો પરેશાન, 8 મહિનાથી કામ ટલ્લે ચઢે છે. 

0
265

રોડની બંને સાઈડ નું કામ ચાલતું હોય રોજ અકસ્માત થાય છે, છતાં કોન્ટ્રાક્ટર ધીમી ગતિએ કામગીરી : કોન્ટ્રાક્ટર ને નોટિસ અપાય તેવી માંગ

રાજપીપળા : રાજપીપલા નજીકના વાડિયા થી કરાંઠા, થરી, લાછરસ જતો રોડ બનાવવાની કામગીરી છેલ્લા 8 થી 10 મહિનાથી ચાલે છે. રોડની બંને બાજુ ખોદકામ કરી પુરાણ કરી રોડ પહોળો બનાવવાની કામગીરી કરવાની હોય કોન્ટ્રાક્ટર દ્વારા ધીમી ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે આ માર્ગ પર અનેક અકસ્માતો વધી ગયા છે. એટલુંજ નહિ રોડની કામગીરી માં ગુણવત્તા પણ જણાતી નથી જેથી ભ્રસ્ટાચાર પણ થતો હોવાની બૂમ સંભળાઈ છે જિલ્લા કલેક્ટર આ અંગે તપાસ કરાવે તેવી સ્થાનિક ગ્રામજનોની માંગ ઉઠી છે.

ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY