આ ખુલાસો આરટીઆઈના જવાબમાં એએસઆઈએ કર્યો લાહોરના મહારાજાએ ઇંગ્લેન્ડની મહારાણીને દબાણમાં આપ્યો હતો કોહિનૂર : ખુલાસો

0
17

ન્યુ દિલ્હી,તા.૧૬
વિશ્વમાં લોકપ્રિય કોહિનૂર હીરો ના તો ઇસ્ટ ઇન્ડિયા કંપીનને ગિફ્ટમાં આપવામાં આવ્યો ના તો ચોરી થયો હતો. હકીકતમાં, લાહોરના મહારાજા દીલીપ સિંહે હીરો દબાણમાં ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયાની સામે સરેન્ડર કરવો પડ્યો હતો. આ ખુલાસો એક આરટીઆઇના જવાબમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (એએસઆઇ)એ કર્યો છે.
એએસઆઇએ જવાબ માટે લાહોર સંધિનો ઉલ્લેખ કર્યો. તેમાં જણાવ્યું કે, ૧૮૪૯માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના લોર્ડ ડેલહાઉઝી અને મહારાજા દિલીપ સિંહની વચ્ચે એક સંધિ થઇ હતી. જેમાં અંગ્રેજ શાસનના લાહોરના મહારાજ દિલીપ સિંહને કોહિનૂર સરેન્ડર કરવા માટે કહ્યું હતું.
એએસઆઇએ સ્પષ્ટતા કરી હતી કે, સંધિ દરમિયાન દિલીપ સિંહ (જે તે સમયે માત્ર ૯ વર્ષના હતા)એ પોતાની મરજીથી મહારાણીને હીરો ગિફ્ટમાં નહતો આપ્યો, પરંતુ તેઓની પાસે બળજબરીથી લીધો હતો.
૨૦૧૬માં ભારત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, કોહિનૂર હીરો ના તો બ્રિટિશોએ બળજબરીપૂર્વક લીધો હતો અને ના તો તે ચોરી થયો હતો.
સરકારે કહ્યું હતું કે, પંજાબના મહારાજા રણજીત સિંહના ઉત્તરાધિકારીએ એન્ગલો-શીખ યુદ્ધના ખર્ચના બદલે સ્વૈચ્છિક વળતર તરીકે અંગ્રેજાને કોહિનૂર ભેટમાં આપ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY