યૂપીમાં યોગી સરકાર નવવિવાહિત દંપતિને કોન્ડોમ-પ્રેગનેન્સી ટેસ્ટ કિટ આપશે

0
18

અત્યાર સુધી આ યોજના ૫૭ જિલ્લાઓમાં શરુ કરાઈ
લખનઉ,તા.૧૭
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં નવ પરિણીત યુગલોને શુકન રૂપે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. સરકારે અત્યારે આ યોજના ૫૭ જિલ્લાઓમાં શરૂ કરી છે. યૂપી સરકારની આ નવી યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન દ્વારા સંચાલિત ‘નઈ પહલ’ સ્કીમનો એક ભાગ છે.
હવે સ્વાસ્થ્ય વિભાગ આ જિલ્લાઓમાં નવ પરિણીત યુગલોને શુકનરૂપે કાન્ડોમના પેકેટ, ગર્ભનિરોધક દવાઓ, પ્રેગ્નેન્સી ટેસ્ટ કિટ ઉપરાંત રોજિંદા વપરાશમાં આવતી વસ્તુઓ જેવી કે – કાંસકો, બિંદી, રૂમાલ, ટાવલ વહેચશે. આ શુકનની અંદર મેરેજ રજિસ્ટ્રેશન ફોર્મ પણ હશે. શુકનની આ કિટની સાથે સ્વાસ્થ્ય વિભાગની તરફથી એક પત્ર પણ અપાશે, જેમાં પરિવાર નિયોજનના ફાયદાઓ વિશે જણાવાશે. આ પત્ર દ્વારા નવ પરિણીત યુગલોને ૨ કે તેથી ઓછા બાળકો રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
વાસ્તવમાં આ પ્રકારનું શુકન આપવા પાછળનું સરકારનો હેતુ છે કે, લોકો પરિવાર નિયોજન પ્રત્યે વધારે જાગૃત બને. સરકારે જે ૫૭ જિલ્લાઓને અત્યારે આ યોજનામાં શામેલ કર્યા છે ત્યાં જન્મદર ઘણો ઊંચો છે. આ યોજનાને ઈલાહાબાદમાં પણ શરૂ કરવામાં આવી છે. નવ પરિણીત લોકો સુધી આ શુકન પહોંચાડવાની જવાબદારી આશા કાર્યકર્તાઓને સોંપવામાં આવી છે. આમાં આશા કાર્યકર્તા અને અન્ય સ્વાસ્થ્ય કર્મચારીઓ નંબર પણ આપવામાં આવશે.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનના અધિકારીઓનું કહેવું છે કે, આ કામ માટે આશા કાર્યકર્તાઓને ખાસ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવી છે. આગરા, મથુરા, ગાઝિયાબાદ, દેવરિયા, બલિયા, આઝમગઢ જેવા જિલ્લાઓ આશા કાર્યકર્તાઓ ઉત્સાહ સાથે આ કામગિરી કરશે. એક રિપોર્ટ અનુસાર ભારત આગામી ૭ વર્ષમાં ચીન કરતા વધુ વસ્તીવાળો દેશ બની જશે. આંકડાઓ અનુસાર, ભારતની વસ્તી વર્ષ ૨૦૨૪ની આસપાસ ૧.૪૪ અબજને પાર થઇ જશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY