પાવાગઢમાં લોકો માટે પ્રિ-વેડિંગ શૂટિંગ કરાવવુ મોંઘુ બની ગયુ

0
24

વડોદરા,તા.૧૭
વડોદરાથી ૪૪ કિ.મી.ના અંતરે આવેલા પાવાગઢમાં પ્રિ વેડિંગ શૂટિંગ માટે યુવાઓમાં ખુબ જ ક્રેઝ જોવા મળે છે. જા કે હવે અહી પ્રિ વેડિંગ શૂટિંગ માટે તમારે એક લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે. આ પહેલા આ ફી માત્ર ૫ હજાર રૂપિયા લેવાતી હતી. જેના કારણે હવે લોકો માટે પ્રિ-વેડિંગ શૂટિંગ કરાવવુ મોંઘુ બની ગયુ છે.
પાવાગઢની ઐતિહાસિક ઇમારતો નજીક જઇને પ્રિવેડિંગ શૂટિંગ કરાવવાનો શહેરના યુવાઓમાં ક્રેઝ હોય છે. જેને કારણે લગ્ન અગાઉની પળોને આ ઇમારતો નજીક જઇને કાયમ માટે તસવીર કે શૂટિંગ રૂપે સાચવી શકાય. જો કે આ ઇમારતો નજીક જઇને શૂટિંગ કરવાની ફી હવે એક લાખ રૂપિયા થઇ ગઇ છે. ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા મુજબ અગાઉના વર્ષો દરમિયાન ૨૦૦થી વધુ લોકો પાવાગઢની એએસઆઇ દ્વારા સંરક્ષિત ઇમારતો નીચે આવીને શૂટિંગ કરતાં હતા. કારણ કે તેની ફી પણ માંડ રૂ.૫,૦૦૦ની હતી. પણ ૨૦૧૬માં આ ફીમાં ૨૦ ગણો વધારો કરવામાં આવતાં હવે પ્રિવેડિંગ શૂટ કરવા આવતાં લોકો ઘટી ગયા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY