કોગ્રેસે પાણીની સમસ્યા અંગે ભુજ નગરપાલિકામાં માટલાફોડી અને તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કર્યો

0
68

ભુજ: ભુજ નગરપાલિકામાં ધસી આવેલા વોર્ડ નં.૧,૨,૩ અને ૮ ના રહેવાસીઓ રોજિંદી પાણીની સમસ્યાથી કંટાળીને ચૂંટાયેલા શાસકોને પ્રજાના આક્રમક મિજાજનો પરિચય કરાવ્યો હતો.

લોક સમસ્યાના પ્રશ્ને કોંગ્રેસના નગરસેવકોએ પ્રજાની સાથે રહીને લોક વિરોધમાં પોતાનો સૂરમાં સૂર પુરાવી સારી રીતે વિરોધ પક્ષની ભૂમિકા ભજવી હતી. રોજિંદી જીવનમાં પાણીની સમસ્યાથી કંટાળેલા વોર્ડ નં. ૧,૨,૩, અને ૮ના આ રહેવાસીઓએ પ્રમુખ અશોક હાથી અને કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાની ચેમ્બરમાં માટલા ફોડીને વિરોધ કર્યો હતા.

ભુજ નગરપાલિકા પાણી આપવામાં નિષ્ફળ ભાજપના શાસકોને ભ્રષ્ટાચાર અને સાંઠગાંઠ બંધ કરી નર્મદાનું પાણી જાહેરાત પ્રમાણે રોજ મળે તેવી ઉગ્ર રજુઆત અને સૂત્રોચ્ચાર કર્યા હતા.

વિપક્ષી નેતાઓની આગેવાનીમાં લોકોએ શાસકોની નિષ્ફળતા વિરુદ્ધ આક્રમક રૂખ અપનાવીને ભુજ નગરપાલિકાની વિવિધ શાખાઓ ઉપરાંત મુખ્ય કચેરીને તાળાબંધી કરીને એવો સંકેત આપ્યો હતો, કે જો વહીવટ બરાબર ન કરી શકતા હો તો પાલિકાને તાળા મારી ઘરે બેસી જાવ.

ભુજ નગરપાલિકાના વિપક્ષીનેતા રાજેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસના નગરસેવકો ફકીરમામદ કુંભાર,માલશી માતંગ,કાસમ સમા ઉપરાંત કોંગ્રેસના અન્ય નગરસેવકો જોડાયા હતા.

રિપોર્ટર ગૌતમ બુચિયા
ભુજ કચ્છ
મો.૯૭૧૪૦૬૫૪૦૫

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY