૨૦૧૯માં ભાજપને સત્તાથી દૂર રાખવા કોઈ પણ સાથે ગઠબંધન કરવા તૈયાર : અખિલેશ યાદવ

0
8

ભાજપને હરાવવા ત્યાગ કરવુ પડે તો પણ પાછા નહિ પડીએ
મૈનપુરી,તા.૧૧
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે ગઠબંધનને લઇ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ કે ભાજપને સત્તાથી બહર કરવા તેમનું લક્ષ્ય છે અને તેના માટે તેઓ ૨૦૧૯મા બસપાની સાથે મળી ચૂંટણી લડશે. તેઓ રવિવારના રોજ મૈનપુરીમાં જિલ્લાના જઉરાઇ ગામના પૂર્વ પ્રધાનની પ્રતિમાનું અનાવરણ કરવા ગયા હતા.
અખિલેશે કહ્યુ કે તેઓ ભાજપના દરેક ઉમેદવારને હારતા જોવા માંગે છે અને તેના માટે કોઇની પણ સાથે ગઠબંધન કરવા તૈયાર છે. એટલું જ નહીં અખિલેશે એમ પણ કહ્યુ કે તેઓ સીટોને લઇ પણ સમજૂતી કરવા તૈયાર છે. જો આમ કરવાથી ભાજપને લોકસભા ચૂંટણીમાં હરાવી શકાય છે તે તેઓ આમ કરશે.
અખિલેશે કહ્યુ કે અમારું બસપા સાથેનું ગઠબંધન છે અને તે ચાલુ રહેશે. ભાજપને હરાવા માટે બે-ચાર સીટોનું બલિદાન કરવું પડયું તે અમે પાછળ હટીશું નહીં.
તેમણે દાવો કર્યો કે પ્રી-પોલ ગઠબંધનના લીધે તાજેતરની પેટાચૂંટણીમાં જીત મળી છે. આ ગઠબંધન આગળ જતાં યથાવત રહેશે. અખિલેશે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાંધતા કહ્યુ કે ભાજપ તાજેતરની પેટાચૂંટણીમં દરેક એ સીટ હારી ગયું જ્યાં યોગીએ પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યો. તેમણે કહ્યુ કે અમે તો કૈરાના કે નુરપુર ગયા પણ નહીં છતાંય ચૂંટણી જીતી લીધી. આ જીત ભાજપની વિરૂદ્ધ કડક સંદેશ છે.
આપને જણાવી દઇએ કે માયાવતી પહેલાં જ સીટો પર વાતચીત થયા બાદ જ ગઠબંધનને લઇ તૈયાર છે. આશા એવી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં સપા, બસપા, અને કાંગ્રેસ મળીને ચૂંટણી લડી શકે છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY