ચોટીલા તાલુકાના તાજપર ગામે જાહેરમાં જુગાર રમતા શકુનિઓ પકડતી બામણબોર પોલીસ

0
333

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબૂદ કરવા માટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ…..

જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા ચોટીલા તાલુકાના તાજપર ગામે રાયાભાઈ ખોડાભાઈ ગાબુ ના મકાન પાસેના ખુલ્લા પ્લોટમાં રેઇડ કરી, રોકડ રકમ રૂ. 13,800/- તથા મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 19,800/- ના મુદ્દામાલ સાથે 07 આરોપીઓને પકડી પાડી, જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે….

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બામણબોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. આર.આર.બંસલ, હે.કો. જયેશભાઈ, ગભરૂભાઇ, કનુભાઇ, દિલીપભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના તાજપર ગામે જાહેરમાં જુગાર રમતા આરોપીઓ (1) રાયાભાઇ ઉર્ફે સંજય ખોડાભાઈ ગાબુ (2) હર્ષદ ઉર્ફે વર્ષો હમીરભાઈ ગાબુ (3) વિનુભાઈ ભીમાભાઇ ગાબુ (4) વીનાભાઈ દાનાભાઈ ગાબુ (5) મોહનભાઈ કરમશીભાઈ દુમાદિયા (6) તેજાભાઈ સગરામભાઈ ડેડવાણીયા તથા (7) દિનેશભાઈ પેમાભાઈ ગાબુ રહે બધા તાજપર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરને રોકડ રકમ રૂ. 13,800/- તથા મોબાઇલ ફોન નંગ 07 કિંમત રૂ. 6,000/- તથા ગંજીપાના સહિતના કુલ રૂ. 19,800/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ બામણબોર પોલીસ સ્ટેશનના પો.કો. દિલીપભાઈ હરિભાઈ એ સરકાર તરફે ફરિયાદી બની, જુગાર ધારા મુજબ ગુન્હો દાખલ કરાવી, કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…..

વધુ તપાસ બામણબોર પોલીસ સ્ટેશનના પો. સ. ઈ. આર.આર.બંસલ તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે….

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી ( જી.સુરેન્દ્રનગર)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY