ભરૂચ જનરલ હોસ્પિટલ માં બિનવારસી મૃતદેહ ને સાચવણી માટે સરકાર તરફથી મુકવામાં આવેલ કોલ્ડ સ્ટોરેજ મશીન વધુ એક વખત શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું છે. પોલીસ અને બિનવારસી મૃતદેહની દફનવિધિ કરનારા ઘણીજ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ભરૂચ જનરલ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા અંકલેશ્વર સિ.ટી. પોલીસ મથક દ્વારા એક અજાણ્યા ઇશમનો બિનવારસી
મૃતદેહ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ.કરાવ્યા બાદ તેના વાલી વારસો માટે કોલ્ડસ્ટોરેજ મા મુકવામાં આવ્યો હતો જેનું કારણ કે જો તેના વાલીવારસો મળી જાય તો તેને ઓળખી શકે અને પોતાની ધાર્મિક વિધિ પૂર્ણ કરી શકે પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને લાગતા વળગતાઓ ને કોઈ પડી જ ના હોય તેમ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલ કોલ્ડસ્ટોરેજ મશીન મૃતપાય હાલત પડ્યું છે.
જે મશીનમાં અંદર રાખવામાં આવેલ મૃતદેહ સાચવાવાની જગ્ગાએ સડી જવા જેવી થઈ ગઈ છે તો આ મૃતદેહની આવી દશા કરનારાઓ સામે તંત્ર કોઈ પગલા લેશે કે પછી આમ જ રામ રાજ્ય ને પ્રજા સુખી તેમ જ ચાલ્યા કરશે.
આ અંગે ભરૂચ રોટરી કલબ સંચાલિત સ્મશાનના અને સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશો અને વહીવટી તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે કે જો આ કોલ્ડ સ્ટોરેજને વહેલામાં વહેલી તકે રિપેરિંગ નહીં કરવામા આવે તો અમો અને અમારા માણસો આવી બોડી નહિ ઉપડીએ અને તેની સંપૂર્ણ જવાબદારી ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની રહેશે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






