અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ બહાર પાડેલું જાહેરનામું
રાજ્યમાં આવેલા સોનાના શો-રૂમ તથા જ્વેલર્સ (સોની) ની દુકાનોમાં તેમજ બેંકો અને એ.ટી.એમ. મશીનના ધાડ / લૂંટ કરવાના બનતા ગુનાઓને ધ્યાને લઈ સુરેન્દ્ર નગર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેશટશ્રી ચંદ્રકાંત જી. પંડયાએ જિલ્લાગમાં ધાડ, લૂટ અને ચોરીના ગુના થતાં અટકાવવા સુરેન્દ્ર્નગર જિલ્લા – શહેરમાં આવેલ તમામ સોનાના શો-રૂમ તથા જ્વેલર્સ (સોની) ની દુકાનો, તથા તમામ બેંકો અને એ.ટી.એમ. મશીનના કેબીનોની અંદરના ભાગે તેમજ બહારના ભાગે રોડ ઉપર આવતા – જતા વ્યક્તિઓ સ્પશષ્ટ રીતે દેખાઈ તેવા હાઈ ડેફીનેશન તથા નાઈટ વિઝનવાળા ઉચ્ચર ગુણવત્તાવાળા અને તેમાં ૧૫ દિવસ સુધી રેકોર્ડીંગ રહે તે મુજબની વ્યવસ્થાનવાળા સી.સી. ટીવી કેમેરા ગોઠવવા એક જાહેરનામા દ્વારા આદેશ ફરમાવેલ છે.
આ જાહેરનામું સુરેન્દ્રગનગર જિલ્લામાં તા.૩૦/૬/૨૦૧૮ના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે. જો કોઈપણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો તે દંડ અને શિક્ષાને પાત્ર થશે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા,
લીંબડી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





