રાજપીપળા,
રૂ. ૧૩.૩૬ કરોડનાં ખર્ચે કરજણ ડેમ આધારીત પાણી પુરવઠા યોજનાં ૫ વર્ષથી શોભાનાં ગાંઠીયા સમાન બનેલી છે. લોકાર્પણનાં ૬ જ મહીનામાં જ ભ્રષ્ટાચારની ચાડી ખાતો પ્લાન્ટ બંધ થઇ ગયો છે
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન મારફતે વનબંધુ કલ્યાણ યોજનામાંથી ૧૩.૩૬ કરોડનાં ખર્ચે કરજણ ડેમ આધારીત પાણી ફીલ્ટરેશન પ્લાન્ટ પાણી પુરવઠા યોજનાં ઉભી કરાઇ હતી.
જેમાં પ્લાન્ટનાં ઉદઘાટન બાદ એક વર્ષ સુધી સંબંધીત કોન્ટ્રાકટરે નિભાવણી કરવાની થતી હતી. પરંતુ કોન્ટ્રાકટરની ભ્રષ્ટ નીતીને કારણે તે ૩ જ મહીનામાં પ્લાન્ટ છોડીને ભાગી ગયો હતો.
જેથી રાજપીપલા નગરપાલીકાનાં કર્મિઓ પાસે પ્લાન્ટ ચલાવવાની આવડત ન હોવાનાં કારણે છેવટે કરોડોનાં ખર્ચે બનેલ પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી છે.
સત્તા પરીવર્તનનાં ખેલ રચાયા અને બાદ ૩ મહીનામાં જ કોન્ટ્રાકટર કામ છોડી ભાગી ગયા પછી નગરપાલીકાનાં કર્મિઓને પૂરતી તાલીમના અભાવે પ્લાન્ટ ઓપરેટ ન થઇ શકતા પ્રજાને ફીલ્ટર્ડ પાણીની જગ્યા પર ડહોળું પાણી મળવા લાગતા ફરીયાદોથી ત્રાસી ઉઠેલા સત્તાધીશોએ પ્લાન્ટ બંધ કરી દીધો હતો. જે હજુ સુધી બંધ હાલતમાં જ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






