ઘોઘા થી મુખ્યમંત્રીએ રોપેક્સ ફેરીની લિલી ઝંડી બતાવી પ્રારંભ કર્યો

0
259

સદર ફેરીને સુવિધા સજ્જ કરવા માટે કોરિયા જહાંજ આયાત કરવામાં આવ્યુ હતુ.જહાજમાં 60 ટ્રક,35 કાર,ઉપરાંત બાઇક તેમજ ૫૨૫ મુસાફરો એક સાથે લઈ જવાની કેપેસિટી ધરાવે છે.

વડાપ્રધાનના હસ્તે દહેજ – ઘોઘા રોરો ફેરીનો પ્રારંભ થવા પામ્યો હતો.વધુમાં મુસાફરો માટે ઈકોનોમી,બિઝનેસ તેમજ એક્ઝીક્યુટીવ ક્લાસની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.આજ રોજ ઘોઘા બંદરે થી રોપેક્સ ફેરીના જહાંજને લીલી ઝંડી આપી તેમાં સવાર થઈ દહેજ ખાતે મુખ્યમંત્રી આવી પહોંચ્યા હતા.ફેરી સેવાને પગલે દહેજ ઘોઘા વચ્ચેનો ૩૬૦ કિલોમીટર નો સડક માર્ગનું અંતર ઘટીને દરિયાઈ માર્ગે માત્ર ૩૧ કી.મી. માં તબદીલ થઇ જશે તેમ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતુ.
સદર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વધુ સમય લાગતા પ્રથમ ચરણમાં ૨૨ મી ઓક્ટોબર ૨૦૧૭ ના વડાપ્રધાન માત્ર મુસાફર માટેની રોરો ફેરી સર્વિસનું લોકાર્પણ કરી શક્યા હતા.જ્યારે આજરોજ બીજા તબક્કામાં ઘોઘા ખાતે થી વાહનો તેમજ મુસાફરોની રોપેક્સ ફેરી સેવાને પ્રસ્થાન કરાવી જહાંજ માંજ વાગરાના દહેજ બંદરે આવી પહોંચ્યા હતા.રોપેક્સ ફેરીની શરૂઆત થતા દહેજ અને ભાવનગર વચ્ચે અવર જવર કરવા ઇચ્છતા લોકો અને વાહન ચાલોકોના સમય,ઇંધણ અને નાણાંની બચત થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY