સુરેન્દ્ર નગરઃ-
આગામી ચોમાસુ-૨૦૧૮માં સંભવિત અતિવૃષ્ટિ અને વાવાઝોડુ જેવી આપત્તિ સમયે લોકોને તુરત જ મદદ અને સહાય મળી રહે તેના આયોજનના ભાગરૂપે જિલ્લાં કલેકટર કે. રાજેશના અધ્યાક્ષસ્થાઆને કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લાષના વિવિધ વિભાગોના અધિકારીઓ ની એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટર કે. રાજેશે જણાવ્યુ હતું કે, જિલ્લા માં આવેલ ડેમ, ચેકડેમ, ગામ તળાવ, સીમ તળાવની, ડેમના દરવાજા તથા તેની સાઇડોની ચકાસણી કરવી, શહેર અને ગ્રામ્ય વિસ્તાબરમાં પાણીનો નિકાલ સમયસર અને ઝડપી થાય તે માટે વોકળા, નાળા, ગટર અને કેનાલની સફાઇ કરાવવી, પાણીના નિકાલ માટેના સાધન સામગ્રી તૈયાર રાખવી, ગ્રામ્યાકક્ષાએ નદી અને વોકળા, કોઝવે અને પુલ ઉપર પાણીના લેવલની જાણકારી માટેના સાઇનીંગ બોર્ડ તથા ઇન્ડીફકેટરો મુકવા તાકીદ કરી હતી. રસ્તાનમાં પડેલ ઝાડ તથા વાહનોને દુર કરવા અને રસ્તાનઓનુ સમયસર રીપેરીંગ કરી વાહન વ્ય વહાર ઝડપી શરૂ થાય તે માટે ભારે વાહનો, ડમ્પરર, જે.સી.બી, ક્રેઇન જેવા સાધનો ઉપલબ્ધર રાખવા, પુરમાં ફસાયેલ લોકો તથા પશુઓને બચાવવા તરવૈયાની યાદી, હોડીઓ, લાઇફ – જેકેટ જેવા જરૂરી સાધનોની માહિતી અદ્યતન રાખવા, સ્વૈયચ્છિસક સંસ્થારઓની યાદી, વરસાદના કારણે ગ્રામ્યત તથા શહેરમાં રોગચાળો ન ફેલાય તે માટે દવાનો છંટકાવ તેમજ જરૂરી દવાઓ ઉપલબ્ધી રાખવી, સ્ટેદટ ડીઝાસ્ટ ર રિસોર્સ નેટવર્ક તેમજ ઈન્ડી યા ડીઝાસ્ટદર રિસોર્સ નેટવર્ક અંગેના ડેટા પણ અપડેટ કરવા, જિલ્લા માં આવેલ ઔદ્યોગિક ગૃહોએ તેમના હસ્ત કના રાહત બચાવના તમામ ભારે વાહનો, ઉપકરણો અને મશીનરી ચેક કરી ચાલુ હાલતમાં રાખવા તેમજ ડ્રાઇવરો, જાણકાર કર્મચારીઓને હાજર રાખવા જેથી ઇમરજન્સીેમાં બચાવ – રાહત કામગીરી માટે સમયસર ઉપયોગમાં લઇ શકાય. ટેલીફોન અને મોબાઇલ નંબર સહિતની વિગતો અદ્યતન રાખવા ઉપસ્થિ ત અધિકારીશ્રીઓને કલેકટરશ્રીએ તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લાય વિકાસ અધિકારી ર્ડો. મનિષકુમાર બંસલ, જિલ્લાબ પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી, નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસરઓ સહિત જિલ્લા ના વિવિધ ખાતાના ઉચ્ચા અધિકારીઓ – પદાધિકારીઓ ઉપસ્થિીત રહયા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





