ભુજ:ભુજના કનૈયાબે ગામ નજીક આજે સવારે ટ્રક અને મારૂતિ સ્વિફ્ટ કાર વચ્ચે સર્જાયેલાં અકસ્માતમાં કારમાં સવાર બે બાળકો સહિત ત્રણ લોકોના મોત નીપજ્યાં છે.

પધ્ધર પોલીસના હેડ કોન્સ્ટેબલ ગોપાલ ખાંખલાના જણાવ્યા મુજબ અકસ્માતમાં રાપરથી ભુજ આવી રહેલા મુસ્લિમ પરિવારના સલીમ હુસેન કુંભાર (ઉ.વ.23), સોહેબ અલીમામદ કુંભાર (ઉ.વ.10) અને રેહાન રમઝાન કુંભાર (ઉ.વ.7)ના મોત નીપજ્યું હતું.
દુર્ઘટનામાં સલમાબેન અલીમામદ કુંભાર નામની મહિલા ઘાયલ થઈ છે. સોહેબ અને રેહાન બંને માધાપરમાં રહેતા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે, સલીમ રાપરનો રહીશ હોવાનું બહાર આવ્યું છે. સવારે આઠ વાગ્યે આ દુર્ઘટના ઘટી બની હતી.
રિપોર્ટર ભુજ
ગૌતમ બુચિયા
9714065405
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







