ભરૂચ:
ભરૂચ ના નેશનલ હાઈવે નંબર ૮ પર આવેલ નર્મદા ચોકડી પાસે અવાવરું જગ્યા પર એક ઇસમની ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

બનાવ ની મળતી માહિતી મુજબ ભરૂચ ના નેશનલ હાઈવે નંબર ૮ પર નર્મદા ચોકડી પાસે અવાવરુ જગ્યા પર એક અજાણ્યા ઇસમની ઝાડ સાથે લાંબા દોરડાં સાથે લટકતો મૃતદેહ મળી આવ્યો છે.સ્થાનિકોએ સવારમાં મૃતદેહ લટકતો જોતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથેકે જાણ કરતાં પોલીસ દ્રારા જગ્યા પર પહોંચી મૃતદેહ ને નીચે ઉતારી મરનાર કોણ છે…?ક્યાંથી અહીંયા આવ્યો…? અને આત્મહત્યા કરવાનું શુ કારણ હોઈ શકે..? કે આ ઇસમને કોઈએ મારીને લટકાવી દીધો છે..? હત્યા હશે કે આત્મહત્યા..?હાલમાં તો પોલીસે મૃતદેહ ને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





