રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ તથા વિવિધ સંગઠનો દ્રારા આયોજીત હિન્દૂ વ્યવસ્થા ધર્મને તિલાજલી પ્રતિજ્ઞા સંકલ્પ કર્યક્રમ યોજાયો.

0
42

ભરૂચ રેલ્વે સ્ટેશન નજીક બાબા આંબેડકરની પ્રતિમા પાસે રાષ્ટ્રીય બહુજન હિત રક્ષક સમિતિ તથા વિવિધ સંગઠનો દ્રારા આયોજીત હિન્દૂ વ્યવસ્થા ધર્મને તિલાંજલી પ્રતિજ્ઞા સંકલ્પ કર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારત દેશમાં વર્ષોથી દલિતો અને આદિવાસી સમાજના લોકો પર બહુસંખ્યક વર્ગ દ્રારા ભેદભાવ-અન્યાય-અત્યાચાર-બલાત્કારની પરંપરા આજે પણ અવિરત ચાલુ છે.

આઝાદી ના ૭૦ વર્ષ પછી અને દેશના સંવૈધાનિક અધિકારો હોવા છતાં અનુચુચિત જાતિ (દલિતો) અનુસૂચિત(આદિવાસી) વર્ગની સાથે માનવતાને શરમાવે તેવા અસંખ્ય બનવો બની રહ્યાં છે.તાજેતરમાં ભાવનગરના ટીંબી ગામે દલિત યુવાન ઘોડા પર બેસવા પરત્વે તેની સુવર્ણ હિન્દુઓ દ્રારા તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી થાનગઢ ખાતે દલિત યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.સોજીત્રા તાલુકાના કોસારા ગામે માતા અને પુત્રને નગ્ન કરી ગામમાં ફેરવવામાં આવ્યાં હતાં.

આવા બધા અત્યાચારોને અને આક્ષેપો સાથે આજે બુદ્ધ જ્યંતીના ભાગ રૂપે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ તથા વિવિધ સંગઠનો દ્રારા આયોજીત હિન્દૂ વ્યવસ્થા ધર્મને તિલાંજલી પ્રતિજ્ઞા સંકલ્પ લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન છગન ગોળીગજબાર, બેચર રાઠોડ,સહિત મોટી સાંખ્યમાં દલિત અને આદિવાસી ભાઈઓ,બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY