રાજપીપળા નગર પાલિકા દ્વારા વરસાદી કાંસની જે સી બી દ્વારા સફાઈ કામગીરી થતા ચોમાસામાં મોટી .રાહત
રાજપીપળા:
રાજપીપળા શહેર માં ચોમાસા પેહલા દર વર્ષે નગરપાલિકા દ્વારા વરસાદી કાંસની સફાઈ કામગીરી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ ની કડક સૂચના હેઠળ ખાસ જે સી બી મશીન દ્વારા શહેર ની તમામ કાંસની સફાઈ કામગીરી થઈ રહી છે જે પૂર્ણતાના આરે છે જેમાં પાલિકા ના સુપરવાઈઝર જગદીશ સોલંકી સાથે મહેશ સોલંકી પંકજ સોલંકી સહીત ના કર્મચારીઓ ની ટિમ દ્વારા શહેર ના હરિજન વાસ પાછળ આવેલા કબ્રસ્તાન,જુનાકોટ,વાઘરી વાડ સહીત ના વિસ્તાર માં આવેલી તમામ વરસાદી ગટરો ( કાંસ ) ની સફાઈ કામગીરી પુરજોશ માં ચાલુ કરવામાં આવી છે જે આવનારા ચોમાસા માટે શહેરીજનો માટે ખુબ લાભદાઇ સાબિત થશે.

દર વર્ષે સાફ કરવામાં આવતી આ કાંસ ના કારણે શહેર માં વરસાદી પાણીનો ભરાવો કે ગંદકી ન થાય અને એના કારણે કોઈ મોટો રોગચાળો ન ફેલાઈ એ બાબતે અમારી ટિમો ને અમે ખાસ તકેદારી રાખવા સૂચના આપી છે એમ પાલિકા પ્રમુખ એલેકેશસિંહ ગોહિલે જણાવ્યું હતું
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






