અગાઉ બે-બે વાર રજુઆત કરી હોવા છતાં કાર્યવાહી કરવાની જગ્યાએ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ,ક્વોરી બંધ કરાવવા ગ્રામજનોની કલેકટરને રજુઆત.
રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગ્રુપ ગ્રામ પંચાયતની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે ક્વોરી ચાલી રહી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી.સાથે સાથે આ ક્વોરી મામલે બે-બે વાર રજુઆત કરી હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આક્ષેપ લગાવી ક્વોરી બંધ કરાવવાની ઓન રજુઆત કરાઈ છે.આ આવેદનપત્ર આપતી વેળાએ ગ્રામજનો સાથે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા,સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.
ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગ્રામજનોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાલાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગૃપ ગ્રામ પંચાયતના મોજરા ગામની સરકારી પડતર જમીનમાં ગેરકાયદે ક્વોરી કરીને 30 ફૂટ ઊંડા બોર કરીને બ્લાસ્ટિંગ કરી પથ્થર કાઢી નંખાય છે.છેલ્લા ઘણા સમયથી વઘરાલી ગ્રુપ ગ્રામપંચાયતની મોજરા ગામની જમીનમાં ગેરકાયદે અડધી રાત્રે બ્લાસ્ટિંગ થાય છે.જેને કારણે આજુબાજુના 60 થી વધુ ઘરો ભૂકંપનો અને દહેશત અનુભવ કરે છે.ઉપરાંત આ બ્લાસ્ટિંગને કારણે આજુબાજુના ખેતરોમાં ઉભા પાકને નુકસાન થાય છે.અને ખેતરના કુવાના પાણીના સ્તર પણ નીચા ગયા છે.આ અગાઉ પણ 2-11-17 ના રોજ આ મામલે રજુઆત કરી હતી છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.જો આગામી 3 જી જુલાઈને મંગળવાર સુધીમાં આનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે.સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે બ્લાસ્ટિંગ વાળી જગ્યાએ ઊંડો ખાડો કરી દઈશુ.તો આ બિનઅધિકૃત રીતે ચાલતી ક્વોરીના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી ક્વોરી બંધ કરવા અપીલ પણ કરી હતી.
આ મામલે કોંગી ધારાસભ્ય પી.ડી.વસાવાએ જણાવ્યું હતું કે આ ગેરકાયદે ક્વોરી બંધ થવી જોઈએ.આ ક્વોરી કેટલા સમયથી અને કોની મહેરબાનીથી ચાલે છે તે નર્મદા જિલ્લા તંત્રએ તપાસ કરી યોગ્ય પગલાં ભરવા જોઈએ.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






