નર્મદા જિલ્લાની આદિવાસી બાળકીઓને રૂપિયાથી ખરીદી કરી લઇ જતા મહેસાણા અને સુરત ના યુવાન સામે કાર્યવાહી

આદિવાસી સમાજ નું અસ્તિત્વ ખતરામાં, સમાજને નષ્ટ કરતા એજન્ટો ને પકડી કડક સજા કરો, કાયદો ઘડવા ની માંગ
નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાઓના ગામોમાંથી સગીર કિશોરીને પરણવા આવેલી મહેસાણા અને સુરતની જાનો લીલાતોરણે પાછી ફરી, જિલ્લા કલેક્ટરને માહિતી મળતા જેમની સૂચનાથી બાલસુરક્ષા વિભાગ અને સમાજ સુરક્ષા વિભાગે ચેકીંગ કરી બે બાળલગ્નો અટકાવ્યા અને યુવક સાહતી બાળકીઓના માતા પિતા એજન્ટ સામે કાર્યવાહી કરી.
નર્મદા જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારની કુમળી સ્વરૂપવાન કિશોરીઓને રૂપિયાના જોરે ખરીદી પત્ની તરીકે રાખી પીંખી નાખનારા હવસ ખોરો સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે, મોંઘવારીમાં દીકરીના લગ્નનો ખર્ચ ના ઉઠાવી શકનારા ગરીબ માં બાપ ને રૂપિયા આપી લગન કરી લઈજાય છે. આવા બે કિસ્સા નર્મદા જિલ્લામ તાજેતરમાં બન્યા, નાંદોદ તાલુકાના એક અંતરિયાળ ગામ જેમાં 16 વર્ષની સગીર વયની કિશોરીને પરણવા મહેસાણા ના પટેલ પરિવાાર ની જાન આવી હતી, જયારે બીજી બાજુ ગરુડેેશ્વર તાલુકાના પણ અંતરિયાળ આદિવાસી ગામમાં આદિવાસી કિશોરી ને પરણવા સુરત નું એક પટેલ પરિવાર આવ્યુ હતું આ બંને પરિવારો લગ્ન મંડપે પહોંચ્યા, કિશોરીઓ ને ઘરે લગ્ન મંડપ લગ્નના તોરણ બંધાયા અને લગ્ન ના ફેરા ફરે એ પહેેેલા સમાજસુરક્ષા અને બાળ સુરક્ષાની ટીમેં આ લગ્ન અટકાવ્યા, વરરાજા અને તેમના પરિવારો પર કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આવા બનાવો ના મુખ્ય સૂત્રધાર દલાલો છે જે જિલ્લામાં ફૂટી નીકળ્યા છે, કમિશન ની લ્હાય માં જિંદગીના સોદા કરે છે જેમની સામે પગલાં ભરવા જરૂરી બન્યા છે.
નર્મદા જિલ્લામાં ભોળા અને ગરીબ આદિવાસીઓ ને ભરમાવી રૂપિયાની લાલચ આપી કુમળી વયની દીકરીઓને ખરીદીને લઇ જાય છે આ આદિવાસી જાતી માટે ખતરા રૂપ છે. જે બંધ થવું જોઈએ અને જેના માટે કાયદો કડક બનવો જોઈએ કે આદિવાસી દીકરીઓ વેચાય નહિ, ખરેખર તો આ એજન્ટોને કડક માં કડક સજા કરવી જોઈએ .મહેશ વસાવા (સામાજિક કાર્યકર )
જોકે અગાઉના વર્ષો માં આવા લગ્નો માં અમુક ચોક્કસ રીક્ષા ચાલકો ની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાની વાત સામે આવી હતી ત્યારે હાલમાં પણ રીક્ષા ચલાવતા અમુક તત્વો દ્વારા બહાર થી રૂપિયા લઈ આવતા ખરીદારો ને નર્મદા જિલ્લા ની કુમળી વય ની બાળકીઓ કે દીકરીઓ ને વેચવામાં મહત્વની ભૂમિકા હોય તો એ તપાસ નો વિષય છે કેમકે અમુક રૂપિયાના લાલચુઓ લાલચ માં આદિવાસી વિસ્તાર ની બાળકીઓ ને વેચવામાં મુખ્ય ભૂમિકા બજાવતા હોય તો એ પણ એટલાજ ગુનેગાર કહેવાય .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





