પત્નીઓ પર ભાજપ તરફથી કોઈ ફોન આવ્યા નથી,કોંગ્રેસની ઓડિયો ટેપ બાગસ છે

0
10

કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબ્બરે ખુલાસો કર્યો
બેંગ્લુરુ,તા.૨૧
કર્ણાટકમાં બહુમતી હાસલ કરવા માટે ધારાસભ્યોને પોતાની તરફ વાળવા માટે તમામ પક્ષો દ્વારા દાવ રમવામાં આવ્યા હતા. યેદિયુરપ્પાને પાડી દેવા માટે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને ખરીદવામાં આવી રહ્યા હોવાની ઓડિયો ક્લિપ પણ જાહેર કરવામાં આવી હતી. આ ઓડિયો ક્લિપમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યને ખરીદવા માટે પરિવારજનોને ઓફર કરવામાં આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શિવરામ હેબ્બરે કહ્યુ કે તેમના પત્નીને ભાજપ તરફથી કોઈ ફોન આવ્યો ન હતો. કોંગ્રેસે જે ઓડિયો ટેપ રિલીઝ કરી છે તે બોગસ છે.
શિવરામ હેબ્બરે પોતાની ફેસબુક વોલ પર લખ્યું કે મને આ વાતની મોડેથી જાણ થઈ કે ન્યૂઝ ચેનલો પર મારી પત્ની અને ભાજપના નેતાઓ વચ્ચેની શંકાસ્પદ વાતચીતની ટેપ ચાલી રહી છે. પરંતુ ટેપમાં જે સ્ત્રીનો અવાજ સંભળાય છે તે મારી પત્ની નથી. મારી પત્નીએ કોઈ ફોન રીસિવ કર્યો ન હતો. આવા બોગસ ટેપની હું કડટ આલોચના કરું છું. હું મારા મતવિસ્તારના લોકોનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે ફરી એક વાર તક આપી છે.
બીજી તરફ રિપોર્ટમાં ખુલાસો કર્યો કે કોંગ્રેસ દ્વારા ત્રણ દિવસ પહેલાં જ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો હતો. ધારાસભ્યોને કહી દેવાયું હતુ કે તેઓ પોતાના ફોન કોલ રેકોર્ડ કરે. આ બધાની વચ્ચે ભાજપના કથિત મીડલમેન દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના નેતાના જણાવ્યા પ્રમાણે મીડલમેને અમને કહ્યુ હતું કે મને ભાજપ વતી વાત કરવાનું કહેવાયું છે. ભાજપમાં આવવા માટે મોટા નેતાઓ તેમની સાથે વાત કરશે. ભાજપના કથિત મીડલમેનની વાતચીત અંગે કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સાથે વાત કરવામાં આવી તો કોંગ્રેસના ઉચ્ચ નેતાઓએ આ વાતને રેકોર્ડ કરવાનો નિર્ણય કર્યો અને છટકું ગોઠવવામાં આવ્યું.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY