ઈશ્વરીય શક્તિએ મુન્નાની હત્યા માટે પ્રેરિત કર્યા : સુરેન્દ્ર નારાયણ

0
18

બૈરિયાથી ભાજપ ધારાસભ્યનું ફરી એકવાર વિવાદિત નિવેદન
ન્યુ દિલ્હી,તા.૧૧
પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ઉત્તરપ્રદેશના બૈરિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર નારાયણસિંહે ફરીવાર મુન્ના બદરંગીની હત્યા પર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે મુન્નાની હત્યા પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે, ઇશ્વરીય શÂક્તએ મુન્નાની હત્યા માટે પ્રેરિત કર્યા.
આવું તે માટે થયું કારણ કે, કાયદાએ ન્યાય આપવામાં મોડું કર્યું. મુન્ના બજરંગી મરી ગયો. હું કહું છું કે આ ઇશ્વરીય વ્યવસ્થા છે. બંધારણ ભલે મોડું કરે પરંતુ ઉપરવાળાએ કોઇને કોઇના મગજમાં પ્રેરિત કરી દીધું. જેથી પ્રમાણિત થયું કે, જે જેવું કરશે, તેને આ ધરતી પર તે પ્રમાણે ભોગવવું પડશે.
તેમણે કહ્યુ કે, તેનું મોત જેલમાં ભલે થયું પરંતુ સૃષ્ટીને ચલાવનારા જેને દંડ આપવા માંગે છે, જે માધ્યમથી દંડ અપવા માંગે છે, તે મુજબ આપે જ છે. નિશ્ચિતપણે જેણે કર્યું છે, તેણે ગુનો જ કર્યો છે. પરંતુ એક ગુનેગારને મારીને તેના દ્વારા કરવામાં આવેલા ગુનાનો ન્યાય ઉપરવાળાએ આપ્યો છે.
તેમણે કહ્યુ કે, હું તો તેને ઇશ્વરિય વ્યવસ્થા માનું છું. હું તેને બંધારણની વ્યવસ્થા નહી, ઉપરવાળાની વ્યવસ્થા માનું છું. હું વ્યક્તિગત રીતે આ ઘટનાથી સંપૂર્ણપણે ખુશ છું. જેણે ઘણી બધી મહિલાઓનો સુહાગ ઉજાડ્યો છે, તેને આવી જ સજા મળવી જાઇએ. એક અપરાધિ દ્વારા અપરાધીને મારવામાં આવ્યો છે.
સાથે જ તેમણે કહ્યુ કે, પૈસાના જારે જેલમાં શું નથી થઇ શકતું. પૈસા આપીને જ હથિયાર લાવવામાં આવ્યાં હશે. ક્યાંયને ક્યાંય આમાં જેલ કર્મચારીઓની ભૂમિકા જરૂર હશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.સુરેન્દ્ર નારાયણ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY