ભારતનાં ક્ષેત્ર કાર્યાલયને બંધ કરશે નેપાળઃ ઓલી

0
33

કાઠમાંડૂ,તા.૨૧
નેપાળનાં પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ કહ્યુ કે,”તેઓનો દેશ નજીકનાં ભવિષ્યમાં ભારતીય દૂતાવાસનાં ક્ષેત્ર કાર્યાલયને બંધ કરી દેશે કેમ કે આને હવે પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી લીધેલ છે.
સીમાવર્તી ક્ષેત્રોમાં ભારતીય માર્ગો પર પરિચાલનને લઇને વાહનોને પાસ રજૂ કરવા માટે ૨૦૦૮માં અસ્થાયી ક્ષેત્ર કાર્યાલય સ્થાપિત કરવાની ઇજાજત આપવામાં આવી હતી.
કોસીમાં આવેલ બાઢથી પૂર્વ પશ્ચિમ રાજમાર્ગનાં ૧૭ કિ.મી લાંબા ભાગથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા બાદ આ નિર્ણય ઉઠાવવામાં આવ્યો. શરૂઆતમાં આની સ્થાપના સુનસરી જિલ્લામાં કરવામાં આવી હતી અને બાદમાં આને અહીંયાથી ૩૭૫ કિ.મી દૂર વિરાટનગર શહેરમાં લઇ જવામાં આવશે.
સરકાર ગઠન બાદ નેપાલ કમ્યુનિસ્ટ પાર્ટીની સંસદીય દલની પ્રથમ બેઠક બાદ પાર્ટીનાં સહ-અધ્યક્ષ ઓલીએ જણાવ્યું કે કાર્યાલયને બંધ કરવામાં આવશે કેમ કે આનો પોતાનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી દીધેલ છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY